ગુજરાત સરકારે કડી સર્વ વિશ્વ વિદ્યાલય ગાંધીનગરને સુપર કોમ્પ્યુટર ફાળવ્યું છે. કડી સર્વ વિશ્વ વિદ્યાલયની કોન્સ્ટીટ્યુઅન્ટ કોલેજ ન્ડ્ઢઇઁ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી તાજેતરમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સુપર કોમ્પ્યુટર ફાળવી આપવાનો નિર્ણય કરાયો છે. જે સામાન્ય કોમ્પ્યુટર કરતાં લગભગ ૩૦ ગણું વધારે શક્તિશાળી હોય છે. આ સુપર કોમ્પ્યુટર મશીન ર્લનિંગ એલ્ગોરીધમ, બાયો મેડીકલ એપ્લીકેશન એન્ડ ડ્ઢદ્ગછ એનાલીસીસ, હવામાન તથા કલાયમેન્ટ ચેન્જની આગાહી, કન્વેન્શનલ ન્યુરલ ડેટા બેઝ, બીગ ડેટા એનાલીસીસ સિસ્ટમ તૈયાર કરવી, રિસર્ચવર્ક, ડીજીટલ સિસ્ટમ તથા તેનો ડેટા સ્ટોરેજ સીપીયુ આધારિત સમાંતર પ્રોગ્રામિંગ વિગેરે જેવી એડવાન્સ લેવલ મિકેનિઝમ ઉપર કામ કરશે.
આ સાથે એડવાન્સ કોમ્પુટીંગ ટેકનિક દ્વારા સેમેસ્ટર પ્રોજેક્ટ અને ઁરડ્ઢ થીસીસ પણ તૈયાર કરી શકાશે. આ સુપર કોમ્પ્યુટર વિદ્યાર્થીઓ તથા સંશોધન કરનારાઓ માટે રોજગારીની તકો ઉભી કરશે. તેમજ સ્કીલ્ડ પ્રોફેશનલને એડવાન્સ લેવલનું રિસર્ચ વર્ક અને ડેવલપમેન્ટ માટે સમાંતર પ્રોગ્રામિંગની તકો પૂરી પાડશે. સુપર કોમ્પ્યુટર મળવાના સમાચારથી વિશ્વ વિદ્યાલયનાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહની લાગણી સાથે નવી ઊર્જાનો સંચાર થયો છે.