સિતારામ આશ્રમ પ્રેરિત ૯મો સર્વજ્ઞાતિ સમુહલગ્ન સંપન્ન

1348
guj822018-6.jpg

દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ભવ્ય રીતે સંપન્ન દયારામબાપુ ઢોંડા વાળાની ઉપસ્થિતિ માં ૨૮ નવદંપતીએ ગૃહસ્થ ધર્મની શરૂઆત કરતા  નવદંપતીને આર્શિવચન પાઠવ્યા. સીતારામ આશ્રમ સેવક સમુદાય દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક પરંપરા ધર્મ સંસ્કૃતિ અને આદર્શ ગૃહસ્થ ધર્મ અંગે સુંદર સમજ આપતા વક્તવ્ય આપ્યા હતા.
 સામાજિક સંવાદિતા ઉભી કરવા આવા રૂડા આયોજનો દ્વારા જ સામાજિક સુધારા ઓ આવે છે તેમ જણાવતા સંતો એ વ્યસન ફેશન અને કુરિવાજોમાંથી સમાજે બહાર આવી આદર્શ વ્યવસ્થાઓ માટે નમૂના રૂપ કાર્ય કરવાની તાતી જરૂરિયાત જણાવી સીતારામ આશ્રમ સેવક સમુદાય અને દયારામબાપુની પ્રેરણાથી દરવર્ષે  આવા આયોજનો થાય છે તે આશ્રમની સેવાને ધર્મસ્થાનમાં દર્શન કર્યા બરોબર ગણાવી હતી. હજારો ને જન મેદની માટે પ્રસાદ પાર્કિગ મહેમાનોની આગતાસ્વાગતા  માટે સેવારત સ્વંયમ સેવકો દાતાઓને સંકલનને ખૂબ બિરદાવતા અનેકો વક્તા ઓ  સંતો દ્વારા માર્મિક ટકોર કરતું પ્રવચન સામાજિક સંવાદિતા કુટુંબભાવના વ્યસન મુક્તિ બેટી બચાવો વિશે સંતોની ટકોર હજારોની જન મેદની માટે સુંદર વ્યવસ્થા કરતા સીતારામ આશ્રમ સેવક સમુદાય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરિયાવરના દાતાની દિલેરીથી ગદગદિત સંતો દ્વારા  સર્વત્ર સરાહના સીતારામ આશ્રમ સંકુલમાં ઉત્તમોત્તમ વ્યવસ્થાથી સ્વંયમ સેવકોના શ્રમને મહાનુભાવોએ વંદનીય ગણાવ્યો હતો. 

Previous articleમહુવા શાળાના બાળકોને જેકેટની ભેટ
Next articleમહુવા શિક્ષણ સમિતિ શાળાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની કરાયેલી ઉજવણી