મહુવા શિક્ષણ સમિતિ શાળાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની કરાયેલી ઉજવણી

734
bvn822018-2.jpg

મહુવા નગરપાલિકા સંચાલિત મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૭ શાળાઓના સંયુક્ત ઉપક્રમે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા મહુવા વિધાનસભાના મત વિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય આર.સી.મકવાણાના સન્માનનો  કાર્યક્રમ મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.-૬માં યોજાયેલ. ધ્વજવંદન મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાએ કરેલ. મહુવા એમ.એસ.બી.ની વિવિધ શાળાઓના બાળકોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરેલ. શાળા નં.-૫ની બાળાઓએ હરેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે સુંદર ડંબેલ્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કરેલ. શાળા નં.-૧૦ના વિદ્યાર્થીઓએ પિરામિડ, શાળા નં.-૫ની બાળાઓએ રાસ, શાળા નં.-૬ના વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારતનું નાટક, શાળા નં.-૧૫ના વિદ્યાર્થીઓએ લેઝીમ ડાન્સ, શાળા નં.-૯ની બાળાઓએ અભિનય ગીત, શાળા નં.-૧૩ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, શાળા નં.-૪ના વિદ્યાર્થીઓએ પિરામિડ અને શાળા નં.-૨ની બાળાઓએ રાસ રજૂ કરેલ. કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી.મકવાણા, મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, મહુવા નગરપાલિકાના અધ્યક્ષા જીતુબેન ગોહિલ, નગરપાલિકાના ચેરમેનો -સદસ્યો,  મહુવા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમસિંહ વાળા ,વાઈસ ચેરમેન હરેશભાઈ મહેતા, શિક્ષણ સમિતિના સદસ્યો, અન્ય આંમત્રિતો શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, મહુવા એમ.એસ.બીના સી.આર.સી.કો. ઓર્ડિનેટરો, મહુવા નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદિશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા તમામ શાળાઓના શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ. શાળા નં.-૬ના યજમાનપદે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજયભાઈ વાઘેલા અને તેમની સમગ્ર ટીમે વ્યવસ્થા કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. ઓર્ડિનેટર કમલેશભાઈ જોષીએ કરેલ.  

Previous articleસિતારામ આશ્રમ પ્રેરિત ૯મો સર્વજ્ઞાતિ સમુહલગ્ન સંપન્ન
Next articleતખ્તેશ્વર મંદિર પરિસરની સફાઈ