રાજુલા તાલુકામાં કરોડોના ખર્ચે બનેલ કેનાલ તૂટી જતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ખેડૂતો પર માઠી બેઠી છે. ત્યારે તાકીદે જવાબદાર પગલાં ભરવા માંગણી ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકામાં ધારેશ્વર ડેમથી ૧૯ જેટલાં ગામોને સિંચાઇનું પાણી મળી રહે તે માટ મહામહેનતે કેનાલ મંજુર થઇ હતી. જેનું કામ હાલ ચાલી રહ્યુ ંછે. પણ છેલ્લા બે દિવસથી માત્ર ખેતર માટે આશીર્વાદ રૂપ ૨ થી ૩ ઇંચવરસાદ થતા કેનાલ તૂટી જવાની ઘટના બનતા તેના ફોટા સોશ્યલ મીડીયામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.અંદાજિત ૨ કરોડના ખર્ચે બની રહેલા કામમાં ગેરરિતીની અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા રજુઆત થઇ હતી. તેમ છતાં પણ કાર્યવાહી નહીં થતા કેનાલ તૂટતા ખેડૂતોની મહામૂલી સેવા પર ખોટ પડી છે. ત્યારે હવે જવાબદાર પ્રશાસન શું કરે છે. તે આવનારો સમય બતાવશે. આ બાબતે ડેમ સાઇડનાં અધિકારી રામ સાથે વાતચીત કરતા તેના દ્વારા એવું જાણવામાં આવ્યું હતું. કે આવું ચાલ્યા કરે અને એજન્સીને બોલાવી તપાસ કરશું તેવો બિનજવાબદાર જવાબ આપ્યો હતો