બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં છેલ્લા ચાર પાંચ દીવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ ને કારણે રાણપુરની ગોમા નદી માં નવા નીર આવ્યા હતા.મોટા પ્રમાણ માં ગોમા નદી માં ઉપરથી પાણી આવતા ચેકડેમ ભરાઈ ઓવરફ્લો થઈ નદી માં પાણી વહેવા લાગ્યા હતા.ગોમાં નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યાની જાણ રાણપુર વિસ્તારના લોકોને થતા લોકો મોટી સંખ્યામાં નવા આવેલા નીર ને વધાવવા ઉમટી પડ્યા હતા.નવા આવેલા નીર જોઈ લોકો અને ખાસ કરીને ખેડુતો ખુશખુશાલ થઈ ગયા હતા.