મહાપાલિકાની સાધારણ સભામાં ચીલાચાલુ પ્રશ્નોની ચર્ચાના અંતે તમામ ઠરાવો મંજુર

541

ભાવનગર મહાપાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના પ્રમુખપદે મળેલ બેઠકમાં કમિ.ગાંધી, નાયબ કમિ.ગોવાણી, સીટી એન્જી.ચંદારાણા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રજૂ થયેલા ૨૧ તુમારો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા. બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે યુઝર્સ ચાર્જ મુદ્દે ચર્ચા કરેલ જેમાં તેમણે ઠરાવમાં શું ઉલ્લેશખ છે તેનું વાચન કરવાની માંગ ઉઠાવી હતી. તેમાં તેમણે એવી વાત કહી કે દરખાસ્ત સાચી છે, પણ ફસાયાની વિગત જણાવી હતી આવીવાત કહેતા બોર્ડમાં તેમનો મુદ્દો કેટલાક સભ્યોએ ઉડાડવા જેવી ચર્ચામાં લેતા છેવટે કમિ.ગાંદી એ વહિવટી તંત્રની બાબતનો ઉલ્લેખ કરી ૯૩ ટકા મકાનોને લાભ દિધાની હકિકત જણાવી હતી. કમિશ્નરે આ મુદ્દે શુક્લને એવી ટકોર કરી કે વહિવટી ચાર્જ જે બાકી હોય તે સાચુ કહો, શું ખોટી વાતો કરો છો. રહીમ કુરેશીએ શુક્લને ઘડિકમાં નોટીસની વાત કરો છો અને ઘડીકમાં નીલ બતાવો છો. વસુલાત માટે નિયમ જ નથી. એમ કહીને બીપીએમસી એક્ટની વાત કહી.

જયદિપસિંહે કાળીયાબીડના લે-આઉટ પ્લાન મંજુરીની વિગત જણાવી પ્લાન કેવી રીતે પાસ કર્યો રસ્તાના ઠેકાણા નથી. ગોધવાણીએ ૧૪ હજાર ૫૦૦ પ્લોટની વિગત આપી ૨૫૧ પ્લોટોના દસ્તાવેજો થયાનો ઉલ્લેખ કર્યો. ચર્ચામાં ભાગ લેતા સુરેશભાઇ ધાંધલ્યાએ પ્લાન પાસ કરવાની સત્તા કોર્પોરેશનની છે. નિયમ પ્રમાણે થવું જોઇએ.

બોર્ડમાં કરચલીયા પરાના વિકાસના ઘણાં કામો ખાતમુહૂર્ત થયા વગર પડ્યા છે. તેમ ઇકબાલ આરબે સવાલ ઉઠાવ્યો હતો. અને સીટી એન્જી. ચંદારાણાએ કામો ટૂંક સમયમાં ચાલુ થશેની બાબત જણાવી. પારૂલ ત્રિવેદીએ રૂપિયાના લાખના ખર્ચ વાંકે ગાંધી કોલોનીનો રોડ થતો નથી. તે રસ્તો બનાવોની વિગત કહી હતી.

કાંતિભાઇ ગોહિલે ચિત્રા વિસ્તારની ટીપી સ્કીમની કાર્યવાહીમાં બધા લોકોને ન્યાય મળવાં માંગ ઉઠાવી હતી. રહિમ કુરેશીએ પીરછલ્લા વોર્ડ આકારણી ડેટા ગુમ થયાનો ઉલ્લેખ કરી જોરદાર સવાલ ઉઠાવતા ં તંત્રને આડેહાથ લીધું હતું. અને આપણાં ખૂદ કમિશ્નરે પણ ચર્ચા કરી તંત્ર પાસેથી જવાબો માંગ્યા હતા. આસિ. કમિ.ફાલ્ગુનભાઇએ વહિવટી પ્રક્રિયાની બાબતો જણાવી હતી.

ડેટા ગુમ થયાના મુદ્દે અભયસિંહ ચૌહાણે પણ આવી બાબતની ચકાસણી કરી એજન્સીની ગંભીર ભૂલ ગણાવી તંત્ર કરે છે શું તેવો વેદક પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો કે આ પ્રશ્નો ઉત્તર દેવામાં તંત્ર અટવાયું હતું. આ પ્રશ્નમાં ખુદ મેયર મનભા મોરી એ કેવું પડ્યું હતું કે સાચો જવાબ આપો. અભયસિંહ ચૌહાણે આ મુદ્દે ૧૧ હજાર ફાઇલો કેમ પાછી આવીની વાત કહી.

પીરછલ્લાની ૧૮૦૦ મિલ્કતો મુદ્દે ડેટા એન્ટીનો આખા પ્રશ્ને બોર્ડમાં ઠીક ઠીક ગરમી પકડતી ચર્ચા ઉભી થવા પામેલ. રહિમભાઇએ ઓડીટોરીમના ભાડાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. હિંમત મેણીયા, ભરત બુધેલીયાએ પણ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજની બેઠકમાં બધા જ ઠરાવો સર્વાનુમતે પાશ થયા હતા. માત્ર સહિત કુરેશીએ ઉઠાવેલ પીરછલ્લા વોર્ડ ડેટાનો મુદ્દે ઠીક ઠીક ચર્ચા થઇ હતી.

જયદિપસિંહ ગોહિલે જન્મ – મરણના દાખલા દેવાના બંધ થયાના મુદ્દો ઉઠાવેલ ડા.સિંહાએ સ્ટાફની ગેરહાજરીને કારણે આમ બન્યાની વાત કિધી હતી. બોર્ડમાં શરૂઆતે નેતા જયદિપસિંહ ગોહિલે પોતાને પાણી વિતરણના સમય પત્રક નહીં દેવાયાની ફરિયાદ કમિશ્નરને કરાતા કમિશ્નરે કિધું આ બાબતે હું ફ્લોપ કરી.  તમને પાણી વિતરણ પત્રક મળી જશે.

બોર્ડની ગરીમા જાળવવા મેયરે સભ્યોને તાકિદ કરી

ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડની શરૂઆતે મેયર મનભા મોરીએ એવો ઉલ્લેખ કર્યો કે ક્યા વોર્ડની શરૂઆતે મેયર મનભા મોરીએ એવો  ઉલ્લેખ કર્યો હતો કે આ બોર્ડની સભાની ગરીમા જળવાઇ રહે તે રીતે સભ્યોએ વર્તવા અને તેમાં એક સભ્ય બોલતા હોય ત્યારે બીજા સભ્યોએ વચ્ચે વાત ન કરવા સૂચના કરી હતી. આમ છતાં કેટલાક સભ્યો અંદર અંદર એક બીજાની ચર્ચા વેળા દખલ ગિરી કરતા હોય તેવી બાબતો કહેતા જોવા મળ્યા હતા. પરંતુ મેયરે બોર્ડની ગરિમા જાળવવા સભ્યોને ટકોર કરી હતી

Previous articleઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાણપુરની ગોમા નદીમાં નવા નીર આવ્યા
Next articleભાવનગરનાં વધુ એક ઉદ્યોગને તાળા લાગ્યા, આલ્કોક એશડાઉન હવે બંધ.