લોલીયા પુલ પર કાર અડફેટે બાઈક ચાલકનું સ્થળ પર મોત

1228
guj822018-5.jpg

ફેદરા-બગોદરા હાઈવે પરના લોલિયા પુલ પર બે બાઈકોને પુરઝડપે અને ગફલતભર્યા કાર ચાલક દ્વારા વાહન હંકારી જતા ધડાકાભેરની ટકકરે બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજાવી કાર ચાલક ફરાર થયો હતો.
કોઠ પોલિસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારના અગિયાર વાગ્યાના સુમારે જી.જે. ર૪ એએ ર૮ર૬ વેગવઆર કાર ચાલકે બે બાઈકોને અડફેટે લીધા હતાં, ત્યારે એક બાઈક ચાલક દશરથ રમેશભાઈ જાંબુકિયા (ઉ.વ.ર૦) રહે કાડિયારી તા. બરવાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજાવ્યું હતું તો અન્ય ત્રણને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ધંધુકા ૧૦૮ને કરાતા પાયલોટ આદમભાઈ વોરા અને ઈએમટી હર્ષદભાઈ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર સહ ધંધુકા ખાતે આવેલ આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડી વધુ સારવાર અપાવી હતી તો અન્ય એક ઈજાગ્રસ્તને ફેદરા ૧૦૮ દ્વારા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ. 
આ અકસ્માત ઘટનામાં મૃત્યુ પામેલ દશરથભાઈ જાંબુકિયાનું ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતેથી  પી.એમ. કરવામાં આવેલ. ત્યાર બાદ મૃતદેહને તેના કુટુંબીજનોને સોંપવામાં આવેલ. આ ઘટના સંદર્ભે કોઠ પોલીસમાં હાર્દિકભાઈ ધનજીભાઈ કો. પટેલ, રહે. પીપળી તા. વલ્લભીપુરનાએ ફરિયાદ નોંધાવી હતી, અન્ય બે ઈજાગ્રસ્તોમાં કલ્પેશ મુકેશ કો.પટેઈલ તથા અશ્વિન શામજી કો. પટેલને વત્તે ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામેલ કોઠ પોલિસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે. 

Previous articleગારિયાધાર પંથકમાં સાવજોના આંટાફેરા ડમરાળા ગામે ૪ ગાયોનું મારણ કર્યુ
Next articleબે વર્ષથી ફરાર આરોપીને આરઆરસેલએ ઝડપી લીધો