ગઈકાલે મોડી સાંજના સમયે ભાવનગરમાં પડેલ ધોધમાર વરસાદ દરમ્યાન ઈકો કાર લઈને અમદાવાદના વસ્ત્રાલનો મિસ્ત્રી પરિવાર ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા વેવાઈના ઘરે આવી રહ્યો હતો ત્યારે ભાવનગરના આખલોલ જકાતનાકા નજીકના પુલના ડાઈવર્ઝનમાં પાણીના પ્રવાહમાં ઈકોવાન સાથે પરિવારના સાત સભ્યો તણાઈ ગયેલ જે પૈકી ૩ને તુરંત જ બચાવી લેવાયા હતાં. બાદમાં રાત્રીના બેની લાશ મળીઅ ાવેલ અને માસુમ બાળા તથા વૃધ્ધા સહિત બે વ્યક્તિઓ આજે મોડી સાંજ સુધી પણ મળી આવ્યા ન હતાં. ભાવનગર ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમની સતત શોધખોળ બાદ પણ બે વ્યક્તિઓ મળ્યા ન હતાં. બનાવના પગલે ભાવનગર તથા અમદાવાદના મિસ્ત્રી પરિવારમાં અરેરાટી સાથે શોક ફલાવા પામ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા મિસ્ત્રી અરવિંદભાઈ ઉમરાળીયા (ઉ.વ.પ૮) તેમના પત્નિ લતાબેન, પુત્ર ચેતનભાઈ કૈયુરભાઈ (ઉ.વ.ર૯), પુત્ર વધુ રીટાબેન કેયુરભાઈ, પૌત્રી આરાધ્યા (ઉ.વ.ર) તથા ભત્રીજી નેહાબેન અશોકભાઈ ઉમરાળીયા (ઉ.વ.ર૭) સહિત પરિવારના સાત સભ્યો ઈકો કારમાં ભાવનગરના ચિત્રા વિસ્તારમાં વેવાઈના ઘરે આવી રહ્યા હતાં. મોડી સાંજે ભાવનગરમાં શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો ત્યારે આખલોલ જકાતનાકા પાસે આવેલા પુલના ડાઈવર્ઝનમાં પહોંચતા ઈકો કાર બંધ પડતા પરિવારના સભ્યો પાણીમાં નીચે ઉતરીને કારનો ધક્કો મારતા હતાં. દરમ્યાન પાણીનો પ્રવાહ વધતા ઈકો વાન સાથે પરિવારના સભ્યો તાણાયા હતાં.
આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. અને અરવિંદભાઈ, ચેતનભાઈ તથા ભત્રીજીન્ નેહાબેનને બચાવી લીધેલ અને સર.ટી. હોસ્પિટલ ખસેડાયેલ અને બનાવની જાણ તંત્રને કરતા તુરંત જ કલેકટર પટેલના આદેશથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ કાર સાથે પરિવારની શોધખોળ હાથ ધરેલ દરમ્યાન એનડીઆરએફની ટીમ પણ પહોંચી જતા તેમણે પણ શોધનખોળ હાથ ધરેલ જેમાં પ્રથમ કૈયુરભાઈ (ઉ.વ.ર૯) બાદમાં મોડીરાત્રીના રીટાબેન કેયુરભાઈ (ઉ.વ.ર૬)ની લાશ મળી આવી હતી. જયારે બનાવના પગલે સીટી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો, સીટી મામલતદાર સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયેલ અને ફાયર તથા એનડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ કરવા છતા આજે બીજા દિવસે રાત્રી સુધીહ જુ લાપતા બનેલ લતાબેન અરવિંદભાઈ ઉમરાળીયા (ઉ.વ.પ૬) તથા આરાધ્યા કેયુરભાઈ ઉમરાળીયા (ઉ.વ.ર) મળી આવેલ નથી. આ બનાવથી ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે જયારે મિસ્ત્રી પરિવારમાં શોક છવાયો છે.