રાહુલ દ્રવિડને બે વર્ષ માટે એનસીએની જવાબદારી, આજથી સંભાળશે કમાન

577

પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્વવિડને સોમવારે બે વર્ષ માટે બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (દ્ગઝ્રછ)ની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે રાહુલ ક્રિકેટરોની નેક્સ્ટ પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે. તો મહિલા ક્રિકેટરોના પ્રદર્શનનું આકલન કરશે. તે ઉપરાંત એનસીએ અને ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિયુક્તિ કરશે. સાથે જ ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએના રિહેબ પ્રોગ્રામની જવાબદારી પણ સંભાળશે.આ જવાબદારીનો મતલબ છે કે, તે ભારત એ અને અંડર-૧૯ ટીમોની સાથે યાત્રા નહીં કરી શકે, જે અગાઉ તે કરતો હતો. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે. રાહુલ દ્રવિડ ૧ જુલાઈથી પોતાની જવાબદારી સંભાળશે.બીસીસીઆઈના એક અધિકારીએ થયેલી બેઠક બાદ કહ્યું કે, તે ભારત એ અને અંડર-૧૯ ટીમોની સાથે યાત્રા કરશે, પણ તે પૂરેપૂરા સમય માટે નહી. આ બહુ મોટી જવાબદારી છે, અને જૂનિયર ટીમના બદલે તેને એનસીએમાં વધારે સમય પસાર કરવો પડશે.

મ્હામ્બ્રે અને શર્મા એ અને અંડર ૧૯ ટીમોની સાથે રહેશે. જો કે, અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાના પ્રયાસો કરતાં રહીશું.

Previous articleફિલ્મ હિટ હોય કે ફ્લૉપ કોઇ અસર પડતી નથી : આલિયા ભટ્ટ
Next articleઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮૬ રને હરાવ્યુઃ સેમિફાઇલની રેસ રસપ્રદ બની