આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલથી વિશ્વ પ્રસિદ્ધ બનેલી અને રાષ્ટ્રિય એવોર્ડ મેળવનાર અભિનેત્રી ઝાયરા વસિમે રવિવારે અભિનય ક્ષેત્રમાંથી પોતાના સંન્યાસની એકાએક જાહેરાત કરી હતી. ઝાયરાએ આ માટે ફેસબુક પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાના આ નિર્ણયને વિસ્તૃત રીતે જણાવ્યો હતો. ફેસબુકમાં તેણે જણાવ્યા મુજબ તેણે પસંદ કરેલું અભિનયનું કાર્ય તેની શ્રદ્ધા અને ધર્મમાં બાધારૂમ બનતું હોવાથી તેણે પોતાના અંતરનો અવાજ સાંભળીને આ નિર્ણય કર્યો હતો.
ઝાયરાએ ફેસબુકમાં સૌપ્રથમ આ અંગેની જાહેરાત કરી હતી ત્યારબાદ તેણે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોતે અભિનયને અલવિદા કરી રહી હોવાની વાત જણાવી હતી. કાશ્મિરમાં જન્મેલી ઝાયરા વસિમનો અભિનય ક્ષેત્રમાં પ્રવેશ પણ વિવાદાસ્પદ રહ્યો હતો. તેણે અભિનયે કારકિર્દી તરીકે પસંદ કરતા કેટલાક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે ૨૦૧૬ની સુપરહિટ ફિલ્મ દંગલમાં તેના અભિનયથી જે જગવિખ્યાત બની ગઈ હતી. આ ઉપરાંત સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મમાં પણ તેના અભિયનની સરાહના થઈ હતી.
ઝાયરાએ એફબી પોસ્ટમાં જણાવ્યું કે, ‘મને અહેસાસ થયો કે હું આ કામ માટે યોગ્ય છું પરંતુ હું અહીંથી જોડાયેલી નથી. પાંચ વર્ષ પૂર્વે મે જે નિર્ણય લીધો હતો તેનાથી મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવી ગયું. બોલીવૂડમાં પદાર્પણ કરવાથી મારા માટે લોકપ્રિયતાના તમામ દરવાજા ખુલી ગયા.
હું જાહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. સફળતાનો પર્યાર બની ગઈ હતી તેમજ યુવાઓ માટે એક આદર્શ પણ બની હતી. કરીને સફળતા અને નિષ્ફળતના મારા વિચારોને ધ્યાનમાં લેતા, હું ક્યારેય આવું કરવા ઈચ્છતી નહતી.’