શેરબજારમાં હાલ મૂડીરોકાણકાર સાવચેતીપૂર્ણનું વલણ અપનાવશે

437

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં બજેટ,  ટ્રેડવોરના અંત અને મોનસુનની સ્થિતિ સહિત નવ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. આ સપ્તાહમાં દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં નવ પરિબળોની ભૂમિકા રહેશે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટીમાં વધારો થયા બાદ આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં કારોબારીઓ આશાસ્પદ બનેલા છે. આર્થિક સુધારાની પ્રક્રિયા વધુ તીવ્રરીતે આગળ વધી શકે છે. પાંચમી જુલાઈના દિવસે મોદી સરકાર નવી અવધિમાં પ્રથમ બજેટ રજૂ કરનાર છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ઘટાડો થયા બાદ છેલ્લા સપ્તાહમાં બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં નજીવસુધારો થયો છે. એફએન્ડઓની પૂર્ણાહૂતિ, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને ખતમ કરવા સહમતિ તથા મોનસુનની પ્રગતિ જેવા મુદ્દાની અસર શેરબજાર ઉપર રહેશે. એનબીએફસી ક્ષેત્રમાં લિક્વિડીટી કટોકટીને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. આગામી સપ્તાહમાં રજૂ થનાર બજેટ ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, બજેટ પહેલા ઉથલપાથલ રહી શકે છે. કોઇપણ નિર્ણય કરતા પહેલા કારોબારીઓ હાલ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવશે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સંપૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન શુક્રવારના દિવસે રજૂ કરવા જઈ રહ્યા છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકે તેવા પગલાની જાહેરાત કરવામાં આવશે તેમ બજારના લોકો માની રહ્યા છે. ઓટો, હાઉસિંગ, કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરોને બજેટમાં સર્વોચ્ચ પ્રાથમિકતા મળવાની શક્યતા છે. આ ક્ષેત્રોને સરકાર કેટલો ટેકો આપે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. લો કોસ્ટના આવાસ, એગ્રીકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બજેટમાં રાહત આપવામાં આવી શકે છે. વિકાસ અને રોજગારની તકો વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. મોનસુનની પ્રગતિ ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. એવા સંકેત મળી રહ્યા છે કે, વરસાદ હજુ સુધી ઓછો રહ્યો છે. જો કે, જુલાઈ મહિનામાં મોનસુનની સ્થિતિ સારી રહેવાની શક્યતા છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરનો અંત આવી ગયો છે. અમેરિકા અને ચીન શનિવારના દિવસે ભાંગી પડેલી મંત્રણાને ફરી શરૂ કરવા માટે સહમત થઇ ગયા છે જેની સીધી અસર બજાર ઉપર દેખાશે. અમેરિકા અને ચીન વેપાર મંત્રણા ફરી શરૂ કરવા રાજી થયા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની પ્રમુખ જિંગપિંગ સાથેની વાતચીત દરમિયાન કોઇ નવા ટેરિફ લાગૂ નહીં કરવા સહિત શ્રેણીબદ્ધ છુટછાટોની જાહેરાત કરી હતી. પહેલી જુલાઈથી રશિયા સહિત ઓપેક દેશો અને તેના સાથીઓની બેઠક પણ યોજાનાર છે જેમાં દરરોજ ૧.૨ મિલિયન બેરલ સુધીનું ઓઇલ ઉત્પાદન ઘટાડી દેવા ચર્ચા કરવામાં આવશે. ઓટોના શેરમાં આ ગાળા દરમિયાન ધ્યાન કેન્દ્રિત રહેશે. કારણ કે, ઓટો મોબાઇલ કંપનીઓ દ્વારા સોમવારથી તેમના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. એફપીઆઈ પ્રવાહ, પીએમઆઈના આંકડાની પણ અસર જોવા મળશે. અમેરિકાના જોબના ડેટા તથા બેરોજગારીના ડેટા પણ આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે.

Previous articleશ્રીલંકા અને વિન્ડિઝ વચ્ચે આજે વનડે ખેલાશે
Next articleFPI દ્વારા જૂનમાં ૧૦૩૮૪ કરોડ ઠાલવી દેવાયા : રિપોર્ટ