આનંદનગર ખાતે આવેલ. મંગલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને વિનુદાદાના નામથી ઓળખાતા વિનાયક ભારતથી ગુલાબભારથી ગોસ્વામીનું ગતરાત્રીના અવસાન થતા આજે સવારે આનંદનગર ખાતેથી વિશાળ સેવક સમુદાય અને રહીશોની ઉપસ્થિતિમાં તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી અને ગોરડ સ્મશાને તેમના અંતિમ સંસ્કાર કરાયા હતાં.