પાર્ટીના અધ્યક્ષ ચૂંટણી હારી ગયા હવે હેડલાઇનમાં રહેવાના પ્રયાસ કરે છેઃ યોગી

429

ઉત્તર પ્રદેશની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે, આ દ્રાક્ષ ખાટી છે જેવી વાત છે. તેમની પાર્ટીના અધ્યક્ષ ચૂંટણી હારી ગયા છે તો હવે દિલ્હી-ઇટાલી-ઇંગ્લેન્ડમાં બેસીને કોમેન્ટ કરવાની ફરજ પડી છે જેથી હેડલાઇનમાં બન્યા રહે. ઉત્તર પ્રદેશમાં ગુનાની ઘટનાઓ અંગે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે સમગ્ર રાજ્યમાં ગુનાખોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગુનાઓને અંજામ આપી રહ્યા છે, પરંતુ ભાજપ સરકારે આ મામલે મૌન પાળ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ગુનાખોરો ખુલેઆમ ફરી રહ્યા છે અને ગુનાઓને અંજામ આપી રહ્યા છે.

, પરંતુ  ભાજપ સરકારે આ મામલે મૌન પાળ્યું છે. શું ઉત્તર પ્રદેશ સરકારે ગુનાખોરો સામે આત્મસમર્પણ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્‌વીટની સાથે કેટલાક ગુનાહિત ઘટનાઓના સમાચાર પત્રોના કટિંગ પણ શેર કર્યા હતા, જેમાં બદાયુંમાં બંદૂકની અણીએ તપાસ, અમેઠીમાં ફાયરિંગ અને ઉન્નાવ જેલમાં કેદીઓ દ્વારા બંદૂક બતાવવા જેવી ઘટનાઓ સામેલ છે.

તેમના આ નિવેદન અંગે ઉત્તર પ્રદેશ પોલીસે પણ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, ગંભીર ગુના આચરનારા ગુનાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઇ છે.

Previous articleકેન્દ્રએ એક દેશ,એક રેશનકાર્ડ લાગૂ કરવા ૩૦ જૂન ૨૦૨૦ સુધીનો સમય આપ્યો
Next articleકોરિયાના દ્વીપને વિભાજિત કરનાર ક્ષેત્રમાં કિમને મળ્યા