વડાપ્રધાન મોદીએ બીજા કાર્યકાળમાં પોતાની પહેલી “મન કી બાત” કાર્યક્રમમાં પાણી બચાવવા પર ખાસ ભાર આપ્યો. વડાપ્રધાને કહ્યું કે દેશનો એક મોટો ભાગ દર વર્ષે જળસંકટમાંથી પસાર થાય છે, તેનાથી બચવા માટે પાણીનો બચાવ કરવો જરુરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, અમને વિશ્વાસ છે કે અમે જળશક્તિ વધારે સહયોગથી આ સંકટનું સમાધાન કરી લઈશું. નવી જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. તેમાં કોઈ પણ સંકટ માટે તત્કાળ નિર્ણય કરવામાં આવી શકે છે. આ મહિને ૨૨ તારીખે હજારો પંચાયતોમાં તમામ લોકોએ પાણી બચાવાનો સંકલ્પ કરે.”
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝારખંડના હજારી બાગના એક સરપંચનો સંદેશ પણ સંભળાવ્યો. સરપંચે કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે પાણી બચાવવા માટે વડાપ્રધાન મોદીએ મને પત્ર લખ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિરસા મુંડાની ધરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવો સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં હવે જાગૃતિ શરુ થઈ ગઈ છે. મારી તરફથી તમામ સરપંચોને ઘણી-ઘણી શુભેચ્છાઓ. મોદીએ કહ્યું કે સ્વચ્છતા આંદોલનની જેમ લોકો હવે ગામોમાં જળમંદિર બનાવવા માટે હોડ લાગી છે. આ દરમિયાન મોદીએ પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, તામિલનાડુ અને ઉત્તરાખંડમાં પાણી બચાવવાના ઉપાયની પણ ચર્ચા કરી.
આ દરમિયાન વડાપ્રધાને પાણી બચાવવા મામલે નાગરિકોને ત્રણ અપીલ કરી છે. પહેલી, સ્વચ્છતાની જેમ પાણી બચાવવાની બાબાતને પણ આંદોલનનું રૂપ આપે. બીજી, પાણી બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી માહિતી શેર કરો. મોદીએ જનશક્તિ ફોર જળશક્તિ હેશટેક ચલાવવાની અપીલ કરી.
વડાપ્રધાને કહ્યું કે મે ઘણી વખત એવું સાંભળ્યું છે કે બુકે નહીં બૂક. હાલમાં મને કોઈએ પ્રેમચંદનું પુસ્તક ભેટમાં આપ્યું. આ વાર્તાઓ મારા મનને સ્પર્શી ગઈ. મોદીએ કહ્યું કે મે તેમની નશા નામની વાર્તા વાંચી. તેનાથી ખ્યાલ આવ્યો કે તમે સાવધાન નથી તો ખરાબ સંગત તમને અસર કરી શકે છે. બીજી ઈદગાહની છે. જ્યારે હામિદ ચિપિયો લઈને પહોંચે છે તો માનવીય સંવેદના ચમ પર પહોંચી જાય છે.મન કી બાતમાં મોદીએ કટોકટીનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકતંત્ર આપણી વારસો છે, તેને સુરક્ષિત રાખવો જોઈએ. તેમણે કહ્યું કે દેશણાં જ્યારે કટોકટી લગાવવામાં આવી તો તેનો વિરોધ અમુક હદ સુધી જ સીમિત હતો. કટોકટીની વાતને આગળ લઈ જઈને મોદીએ કહ્યું- ભારતની દરેક વ્યક્તિએ પોતાની સમસ્યાઓને કિનારા પર રાખીને લોકતંત્ર માટે મતદાન કર્યું હતું. કોઈ વસ્તુ આપણી પાસે હોય તેની કિંમત આપણે ઓછી આંકી લઈએ છીએ, પણ એ માનવું જોઈએ કે લોકતંત્ર કેટલું મહત્વનું છે. પોતાની તાજેતરની કેદારનાથ યાત્રાનો પણ ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, લોકોએ મારી યાત્રાનો રાજકીય અર્થ પણ કાઢ્યો હતો. જો કે હું કેદારનાથ સ્વયંને મળવા પહોંચ્યો હતો. મન કી બાત ના કરવાથી જે ખાલીપો સર્જાયો હતો તેને કેદારનાથની ગુફાઓમાં ભરવા પ્રયાસ કર્યો હતો.