પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલનું નિધન

768
gandhi9122018-5.jpg

ગણપત યુનિવર્સિટીના સ્થાપક પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ ભાઇ પટેલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા છે. અનિલભાઇ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. અનિલભાઇના નિધનથી મહેસાણાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પાટણ જિલ્લાના લણવા ગામે ૮ માર્ચ ૧૯૪૪ના રોજ અનિલ પટેલનો જન્મ થયો હતો. અનિલ પટેલે મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. અનિલ પટેલ ઉમિયા માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છેઅનિલ પટેલ પ્રાથમિક શિક્ષણ લણવામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ કડી સર્વ વિદ્યાલય માંથી મેળવ્યું હતું. અનિલ પટેલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ બાદ અનિલ પટેલે મહેસાણામાં આવી સમાજસેવાની શરૂઆત કરી હતી. તેઓ ૩૮ વર્ષની ઉંમરમાં મહેસાણાની નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. તેમણે ખેરવા ગામે ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.

અનિલભાઇ પટેલને મુખ્ય મંત્રીની શ્રધ્ધાંજલિ  
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અને ગણપત યુનિવર્સિટી ખેરવાના પ્રેસિડેન્ટ અનિલભાઇ પટેલના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી સદ્દગતને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મુખ્ય મંત્રીએ સ્વર્ગસ્થ અનિલભાઇ પટેલે જાગતિક જનપ્રતિનિધિ તરીકે આપેલા યોગદાનની સરાહના શોકાંજલિ સંદેશમાં કરી છે. 

Previous articleબોરડીગેટ નજીકના મકાનમાં થયેલ ચોરીમાં આલાપ ઝબ્બે
Next articleપૂ. જલારામ બાપાની ૧૩૭મી પુણ્યતિથી વિરપુર સહિત સમગ્ર વિશ્વમાં ભક્તિમય કાર્યક્રમોનું આયોજન