રાજુલા ખાતે શિક્ષક સંઘ શરાફી મંડળીની સાધારણ સભા સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ધાંધલ અને જેઠાભાઇના અધ્યક્ષસ્થાને મળી જેમાં પ્રથમ જે, શિક્ષકો શરાફી મંડળીના સભાસદની લોન મર્યાદા એક લાખની હતી. જે હવેથી પાંચ લાખનો વધારો કરવા સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો તેમજ શિક્ષકોની કલ્યાણનિધી યોજના વિશે ચર્ચા કરવામાં આવી તેમજ દરેક શિક્ષકો પાસેથી કલ્યાણનીધિ કરી તેની સહાય મળી રહે તે માટે પણ આયોજન કરાયું હતું. તેમજ આ સાધારણ સભા દરમ્યાન નિવૃત્ત થયેલ શિક્ષકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ ભરતભાઇ વ્યાસ, રહિમભાઇ કનોજીયા, પ્રમોદભાઇ કાનપરીયા સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.