ધૃફણીયા ગામે વરસાદથી ફરજો પડતા ચાર અબોલ જીવોના મોત

490

લાઠી તાલુકા ના ધ્રુફણીયા ગામે વરસાદ થી ફરજો ધરાશય થતા ચાર અબોલ જીવો ના મોત એક ને સારવાર આપી બચાવી લેવાયું લાઠી તાલુકા ના ધ્રુફણીયા ના ગામે  વરસાદ ને કારણે માલધારી નો ફરજો પડતા એક ગાય અને ત્રણ વાછરડી કુલ ચાર પશુ ઓ ના મરણ થયા રાત્રે ૯-૩૦ કલાકે થયેલા આ ઘટના ની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી મકવાણામાત્ર ત્રીસ મિનિય માં બચાવ કામગીરી કરી તલાટી પશુ તબીબ સહિત ના તંત્ર એ તાકીદે સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી માલધારી પરિવાર ના જેઠાભાઈ સામતભાઈ ઘાઘળ ના ઘેર એકાએક ઢોર બાંધવા નો ફરજો ધરાશય થતા ફરજા માં બાંધવા માં આવેલ કુલ સાત અબોલ જીવો પેકી ચાર પશુ ઓ નું ઘટના સ્થળે જ મોત થયું અને ઇજાગ્રસ્ત એક ગાય ને પશુ તબીબ મકવાણા એ ત્વરિત સારવાર આપી બચાવી લેવાય હતી આ ઘટના ની જાણ થતાં જ લાઠી તાલુકા વિકાસ અધિકારી  મકવાણા એ ૯-૩૦ કલાકે બનેલ બનાવે સ્થળે માત્ર ત્રીસ મિનિટ માં ઘટના સ્થળે પહોંચી જરૂરી તંત્ર ને બચાવ કામગીરી માં લગાવ્યા હતા

Previous articleશિશુવિહારમાં કોર ગૃપ કાર્યકરોને તાલીમ
Next articleબોટાદ ખાતે ૧૩માં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી