પીથલપુરની શાળામાં માટીથી વિવિધ વસ્તુનું પ્રદર્શન યોજાયું

439

શારદામંદિર વિદ્યાલય પીથલપુરમાં માટીની વિવિધ પ્રકારની વસ્તુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા નિહાળી માટીકામનો પરિચય આપવામાં આવ્યો.

માટીકામએ કુંભાર દ્વારા બનાવાવમાં આવેલા માટીની વસ્તુઓ છે. આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનાવવામાં આવે છે તે કુંભારવાડો કહેવાય. માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે. તે માલસામાનને પણ અંગ્રેજીમાં પોયેટરી કહેવામાં આવે છે. માટીકામની મુખ્ય વિવિધતાઓમાં માટીના વાસણો, પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ અને ચિનાઇ માટીની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. માટી કામ વિશ્વની સૌથી પ્રાચિન માનવ તકનીક અને કલા સ્વરૂપ છે. અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહી છે. પુરાતત્વવિદો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વ્યાખ્યામાંથી નાની પૂતળીઓ, જેને સમાન પ્રકારની પ્રક્રિયા અને લોકો દ્વારા બનાવવામાં આવે છે પરંતુ તે વાસણ નથી કે તેને કુંભારના ચાકડા પર બનાવવામાં આવી નથી. તેને બાદ રાખવામાં આવે છે.

Previous articleકરચલીયા પરા, શિવનગરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો
Next articleચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભામાં બે ઔદ્યોગિક એકમોને એસએમઇ એવોર્ડ અપાયા