હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક એવા ઘોઘામાં શેર અલી સરકાર પીરનો ઉર્ષ ઘણી જ શાનો શોકતથી મનાવવામાં આવ્યો જેમાં રાજાપીરની દરગાહ એથી વાજતે ગાજતે સંદલ શરીફ દરગાહ સુધી લાવવામાં આવ્યું ત્યારબાદ ગુસલ મુબારક અને સંદલ શરીફ શેર અલી સરકાર અને તેમના પાંચ મસ્તાનને ચડાવવામાં આવ્યું હતું. તેમજ આ સીદી ધમાલને પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ આ સીદી ધમાલ એ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ઉર્ષમાં દરગાહના દિદાર કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવે છે. દર વર્ષે અહીં આવનાર તમામ લોકોને શાકાહારી નિયાઝ પીરસવામાં આવે છે. શેર અલી સરકારના ઉર્ષ મુબારકમાં મુસ્લિમોની સાથે સાથે હિંદુઓ પણ એટલી જ શ્રદ્ધા રાખે છે. આ ઉર્ષ કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યો છે.