સિહોર પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રા અનુસંધાને બેઠક મળી

695

સિહોર ઇન્ચાર્જ પીઆઇ સોલંકીની અધ્યક્ષતામાં શિવાના રથયાત્રા સમિતિ તથા શોભાયાત્રા સમિતિના આગેવાનો તથા શાંતિ સમિતિના આગેવાનો સાથે આગામી રથયાત્રામાં  આયોજનો રૂપ ચેકિંગ તથા ટ્રાફિક વગેરેની ચર્ચાઓ કરવામાં આવેલ ત્યારે પીએસઆઇ સોલંકી દ્વારા રથયાત્રાના આયોજકોને જણાવવામાં આવેલ કે આ રથયાત્રામાં સ્વયંસેવકોના આઈ કાર્ડ બનાવવા કોઈ ઉશ્કેરણીજનક શબ્દ પ્રયોગ ન કરવો ,રથયાત્રા માં જોડાયેલા વાહનો ના ડ્રાઈવરો ના લાઈસન્સ ફરજીયાત હોવા જોઈશે અને ચેક પણ કરીશું લાઈસન્સ વગર રથયાત્રા વાહન નહિ ચલાવાય તથા ટ્રાફિક નિયમનમાં પણ સહકાર આપવો,કેફીપીણુ પી કોઈએ આવવું નહિ અને જો પકડાશે તો કોઈપણ ચમરબંધી ને છોડવામાં આવશે નહિ, રોડ પર નીકળતી રથયાત્રા માં ક્યાંય પણ કચરો નાખી શહેરને  અસ્વચ્છ ન બનાવવું તેમજ નગરપાલિકાના અધિકારીઓને પણ જણાવેલ કે રોડ પર જરૂરી સાફ-સફાઈ રાખવી સૂચનાઓ આપવામાં આવેલ ત્યારે રથયાત્રા સમિતિના આગેવાનોએ ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓનું સૂચનાઓનું પાલન ચોક્કસપણે કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી અને અમારી સમિતિ દ્વારા તંત્રને સહકાર મળશે તેવું જણાવ્યું હતું.

Previous articleદેવળીયા યંગસ્ટર ગૃપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleઅમદાવાદનાં પાસાના ફરાર આરોપીને ઝડપી લેતી SOG