સંવેદનશીલ વિસ્તારમાં આરએએફની રૂટમાર્ચ

1008

આગામી તારીખ ૪ ના રોજ ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્ત માટે રેપીડએક્સન ફોર્સનું આગમન થયું છે જેમાં આજે સાંજે આરએએફના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટપેટ્રોલીંગ કર્યું હતું. આ સમયે સીટી ડીવાયએસપી મનિષ ઠાકર સહિત સ્થાનિક પોલીસ કાફલો પણ સાથે જોડાયો હતો. અને ઘોઘાગેઇટ ચોકથી શરૂ કરી એમ.જી.રોડ, ખારગેઇટ, મામાકોઠા રોડ, દિવાનપરા, બાર્ટનલાઇબ્રેરી ચોક થઇ હલુરીયા ચોક સુધીના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.

Previous articleશિહોરમાં વરસાદ રસ્તા પરથી પત્થરો હટાવવા માંગ
Next articleઆખલોલ પુલના ડાયવર્ઝનમાં કાર સાથે તણાયેલા દાદી અને પૌત્રીના મૃતદેહ મળ્યા