ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોધોગ વિભાગ હેઠળ કામગીરી કરતાં ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા સરકારની નવી યોજના અન્વયે વંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરોને સ્કીલ અપગ્રેડેશન, આધુનિક સાધનો પુરા પાડવા, ખ્યાતનામ સંસ્થાઓ સાથે સમન્વય ધ્વારા રોજગારીમાં વધારો કરવાની નવી યોજના અન્વયે માટીકામના રપ કારીગરોને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (દ્ગૈંહ્લ્), ગાંધીનગર ધ્વારા તા.૮-૨-૧૮ થી તા. ૨૨-૨-૧૮ દરમ્યાન તાલીમ આપવામાં આવશે.
આ પ્રસંગે પી.જી.પટેલ-કાર્યવાહક નિયામક (ઇન્ડેક્ષ્ટ-સી)ના હસ્તકે સમારંભ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં એ.એ.પંડિત-સિનીયર ઓફિસર (વહીવટ), કુ.પી.ટી.પરમાર- મેનેજર (તાલીમ), આર.પી. સુતરીયા- આઇ.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજના અન્વયે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (દ્ગૈંહ્લ્), ગાંધીનગર ધ્વારા ઇન્ડેક્ષ્ટ-સીના માર્ગદર્શન હેઠળ વણાટકામ, દરજીકામ, કુંભારીકામ, બ્લોક પ્રિન્ટીંગ અને જ્વેલરીની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત રાજયના તમામ વંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરો, ઇન્ડેક્ષ્ટ-સી, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા, ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ, ગ્રીમકો તથા અન્ય વિભાગો સાથે સંકળાયેલ અંદાજીત ૩૦૦૦ જેટલા કારીગરોનું સ્કીલ અપગ્રેડેશન, આધુનિક સાધનો પુરા પાડવા, ખ્યાતનામ સંસ્થાઓ તથા ઉત્પાદન એકમો સાથે સમન્વય ધ્વારા કુશળતામાં વધારો કરી રોજગારીમાં વધારો કરવાની આ યોજના છે.