વેરાવળ સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ હાજી અબ્દુલ મજીદ દિવાન તેમજ સમસ્ત મુસ્લીમ સમાજ પ્રમુખ ગફારભાઇ ચાંચીયા, તુરક સમાજના પ્રમુખ જાવેદભાઇ તાજવાણી, હનીફ બાઘડા, સૈયદ તાહીરમીયા બાપુ સહિત વિશાળ સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકોએ પટણી સમાજથી એક રેલી કાઢી વેરાવળમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યા મુજબ રાજકોટની લેડીડોન તરીકે ઓળખાતી સોનુ ડાંગર દ્વારા સોશીયલ મીડીયા અને વોટસઅપ મેસેજમાં મુસ્લીમ સમાજના પયગંબર તેમજ મુસ્લીમ સમાજ વિશે અશોભનીય અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વૈમનસ્ય ફેલાય તેવુ વાતાવરણ ઉભુ કર્યુ છે. શાંતિ ડહોળાય તેવા પ્રયત્ન કર્યા છે. જેથી આ સોનુ ડાંગર વિરુધ્ધ કડકમાં કડક પગલા ભરાય તેવી માંગ કરી છે. બીજા આવેદનપત્રમાં બર્મામાં મુસ્લીમ સમાજના લોકો પર હિંસક હુમલા થતા હોવા છતા સરકાર દ્વારા મુસ્લીમોની કોઇ સહાય કરતી નથી જેથી ભારત સરકાર દ્વારા દરમીયાનગીરી કરી ને બર્માની મુસ્લીમોની રક્ષા તથા સલામતી માટે મધ્યસ્થી કરે તેવી માંગ કરી છે. તેમજ મુખ્યમંત્રી ને તેમજ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ ફેક્સ કરીજાણ કરી છે.