ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉદ્યોગના પ્રદર્શનનો પ્રારંબ થયો છે. એક્ઝિબીશન સેન્ટર ખાતે આ પ્રદર્શન યોજાઇ રહ્યુ છે. પ્રદર્શન સ્થળે હજારોની મેદનીમાં લોકો ઉમટી પડયા હતા. જેના કારણે સવારથી જ ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. ખાસ કરીને શહેરના ધમધમતા ચ અને ઘ માર્ગ સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક રહ્યો હતો. પોલીસને ટ્રાફિક નિયંત્રણ કરવા માટે નાકે દમ આવી ગયો હતો. સમગ્ર શહેરની પોલીસ પ્રદર્શન સ્થળે વ્યવસ્થા અને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રોકવામાં આવી હતી. આગામી રવિવાર સુધી પ્રદર્શન શરૂ રહેવાનું છે. જેના કારણે હજુપણ નગરજનોને ટ્રાફિક સમસ્યાથી પિડાવુ પડશે તે નક્કી છે.
શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવતા લોકોના વાહનોના ર્પાકિંગ માટે સેક્ટર૧૧ ખાતે બે ર્પાકિંગ પ્લેસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પરંતુ આ ર્પાકિંગ પ્લેસ પર કાગડા ઉડતા હતા. બંને ર્પાકિંગ પ્લેસ ખાલીખમ જોવા મળ્યા હતા. જ્યારે બીજીતરફ શહેરના ચ અને ઘ માર્ગ પર વાહનોની કતારો લાગી હતી. એક અંદાજ પ્રમાણે આજે બે હજાર જેટલી ગાડીઓ મુલાકાતીઓ સાથે ગાંધીનગર આવી હતી. જેઓ પૈકીના મોટાભાગના લોકોએ ચ અને ઘ માર્ગ પર રસ્તાની આજુબાજુ વાહનો પાર્ક કર્યા હતા. જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. અહિ પોઈન્ટના બસનો સમગ્ર ખુલ્લો વિસ્તાર ઉપરાંત જિલ્લા પંચાયત સુધીના વિસ્તારોમાં વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા. એક સમયે પોલીસને પણ અહિથી ટ્રાફિક કંટ્રોલ કરવામા નાકે દમ આવી ગયો હતો. સમગ્ર ટ્રાફિક પોલીસ અને સેક્ટરનો પોલીસ કાફલો આજે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવામાં જ રોકાયેલો રહ્યો હતો. રવિવાર સુધી પ્લાસ્ટ ઇન્ડિયા પ્રદર્શન શરૂ રહેવાનું છે. જો, આજ પ્રમાણે ટ્રાફિક પ્રોબ્લેમ રહ્યો હતો. આગામી શનિ રવિની રજામાં સ્થિતી વધુ બગડે તેવો ભય સેવાઇ રહ્યો છે.