ઉત્તર પ્રદેશની યોગી સરકારે ૧૭ ઓબીસી જાતિનો સમાવેશ સુપ્રિમમાં કરતા બસપા અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારનો વિરોધ કર્યો. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, સરકાર ઓબીસી સાથે અન્યાય અને દગો કરી રહી છે. યોગી સરકારે જે આદેશ આપ્યા તે બંધારણીય નથી. આ તમામ જાતિ સુપ્રિમમાં સામેલ થશે તો તેને કોઈપણ પ્રકારના લાભ મળવાનો નથી. ૧૭ ઓબીસી જાતિ સાથે પહેલાની સમાજવાદી પાર્ટીની સરકારે જેવી રીતે દગો કર્યો તેવી રીતે યોગી સરકાર કામ કરી રહી છે.
માયાવતીએ વધુમાં જણાવ્યુ કે, ૨૦૦૭થી ૨૦૧૨ સુધી યુપીમાં બસપાની સરકાર હતી. ત્યારે બસપાએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ઓબીસી જાતિને લાભ મળે તે માટે રજૂઆત કરી હતી. જોકે, કોંગ્રેસની સરકારે આ જાતિના હીત માટે કોઈપણ પ્રકારના નિર્ણય લીધા નહોતા. મહત્વપૂર્ણ છે કે, માયાવતીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે યોગી સરકારે રાજ્યની ૧૭ ઓબીસી જાતિને જીઝ્રમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યની પછાત જાતિ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની ૧૭ જેટલી ઓબીસી જાતિને યોગી સરકારે જીઝ્રમાં સામેલ કરી. આ જાતિને જીઝ્રમાં સામે કરવા પાછળ યોગી સરકારનું કહેવુ છે કે, પછાત લોકોના સામાજિક અને આર્થિક વિકાસ માટે તેમને જીઝ્રમાં સ્થાન આપવામાં આવ્યુ છે.
આ તમામ જાતિના લોકોને અનુસૂચિ જાતિનું પ્રમાણ પત્ર આપવામાં આવશે. યોગી સરકારે રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓને અનુસૂચિ જાતિનું પ્રમાણ પત્ર આપવાના આદેશ પણ આપ્યા છે. આ જાતિમાં નિષાદ, બિંદ, કેવટ, કશ્યપ, પ્રજાપતિ, રાજભર સહિત ધીવરનો પણ સમાવેશ થાય છે.