જાફરાબાદના ચિત્રાસર ગામે ૩પ દિકરીઓના કન્યાદાન સમાજના મોભીઓ દ્વારા દેવાયા કોળી સમાજની દીકરીયુને આશીર્વાદ દેવા હીરાભાઈ સોલંકી પધાર્યા સમુહલગ્ન સમિતિ તથા ગામ તથા જ્ઞાતિ આગેવાનો સંતો મહંતો આર્શિવાદ આપવા પધાર્યાથી આનંદ છવાયો.
જાફરાબાદના ચિત્રાસર ગામે ૩પ દિકરીઓના સમાજના મોભીઓ દાતાઓ દ્વારા કન્યાદાન દેવાયા વિશેષ નોંધ કે જયાં જયા સમુહ લગ્નો ઈત્તરજ્ઞાતિમાં થાય છે. સારી વાત છે પણ કોળી સમાજમાં કહેવાય સમુહ લગ્ન કરીવાર સમાજના દાતાઓ તરફથી એક જ જગ્યાઓએ ખડકાય જાય છે. તમામ સમુહ લગ્નોનો ભોજન શાળામાં જ સમારંભ યોજાય છે અને દરેક દિકરીનો લગ્ન મંડપ તેના માતા-પિતાના આંગણે જ ચાર મંગળ વર્તાય છે તે આ કોળી સમાજની વિશેષ સમુહ લગ્નો થાય છે. તેવા ચિત્રાસર ગામે સમુહ લગ્ન સમિતિ દ્વારા ૩પ દિકરીઓને કન્યાદાન દેવાયા જેમાં માજી સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, કોળી સમાજ તેમજ જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, ગામના સરપંચ નથુભાઈના કાર્યકારી સરપંચ છગનભાઈ નથુભાઈ, માજી તાલુકા પ્રમુખ નાજભાઈ બાભણીયા, સરપંચ છગનભાઈ, વઢેરા સરપંચ કાનાભાઈ, ઉપસરપંચ લખમણભાઈ, કડીયાળી સરપંચ નાગરભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.