બાબરા તાલુકા માં થયેલા વરસાદ થી સામાન્ય અંશે નદી નાળા પાણી થી ભરાયા બાદ તાલુકા માં પાણી ના ધુના ચેક ડેમો માં ભરાયેલ જળરાશી માં યુવાનો છલાંગ લગાવી નાહવા ની મોજ માણતા કેમેરા માં કેદ થયા છે હાલ વોટરપાર્ક અને અન્ય સ્ત્રોત ની બોલબાલા વચ્ચે પણ યુવાનો દેશી મોજ નો લુફ્ત ઉઠાવી પોતાનું બચપન વિતાવી રહ્યા ને અહેસાસ કરે છે
વરસાદી પાણી અને ચેક ડેમ તળાવ ધુના કુવા માં નાહવું અતિ જોખમી હોવા છતાં ઉચી નીચી ગુલાંટ કે દેશી પલાઠી ની છલાંગ ના કસબી પાણી જોઈ પોતાના કસબ સાથે મોજ માણવા નું ચુકતા નથી