ભાવનગર શહેરની નગરપાલિકામાં તેમજ શ્રમિક વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દુલારીબેન કિરણભાઇ સંઘવી તરફથી વિલ્સનની ૬૫૦૦૦ બોલપેન તથા ૨૫૦૦૦ રિફીલ ભેટ સ્વરૂપે મળેલ છે. ભાવનગરના ડા.તેજસભાઇ દોશી દ્વારા બીજી ૨૪૦૦ રીફીલ પણ મળતા સંસ્થા ક્રિડાંગણના વિદ્યાર્થીઓએ ૧૫૦ બોલપેન સાથે એક કાપડની થેલી તૈયારી કરી નગરપાલિકાની શાળાઓને, તેમજ શહેરની ૬ કન્યાશાળા, ૩ મહાશાળાઓને, ૧૪૩૫ બોલપેન અને પરમાર્થ ફાઉન્ડેશન તતા બિપીનભાઇ શાહ દ્વારા મળેલ ફુલસ્કેપ બુક નંગ ૪૦૬૬ પહોંચાડવામાં આવી છે.