કોળીયાકમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સામૈયુ કરાયું

1078
bvn922018-7.jpg

કોળીયાકના સરપંચ તથા પેનલના સભ્યોની રસાકસી ચૂંટણીમાં ચૂંટાઈ આવતા વાજતે ગાજતે સામૈયા કર્યા હતા. કુડા રોડ હનુમાનજી મહારાજ તથા રામદેવપીરના સ્થાનકથી સરપંચ તથા સભ્યોનું ડી.જે.ના તાલ, ગુલાલ અને ડીસ્કો સાથે સામૈયુ કોળી જ્ઞાતિની વાડી સુધી કરવામાં આવ્યું હતું.
કોળીયાક સરપંચ જગદિશભાઈ સોલંકી વોર્ડ નં.૧, સોનલબેન પરમાર વોર્ડ નં.ર, રમાબેન વાળા વોર્ડ નં.૩, જયાબેન લાડવા વોર્ડ નં.૪, સુરેશભાઈ બોરીચા વોર્ડ નં.પ, ભાવુબેન સોલંકી વોર્ડ નં.૬, જયાબેન સોલંકી વોર્ડ નં.૭, અબ્બાસભાઈ સરવૈયા વોર્ડ નં.૮, રાઘવભાઈ જાંબુચા વોર્ડ નં.૯, ગોકુળભાઈ સોલંકી વોર્ડ નં.૧૦, ધનજીભાઈ કંટારિયા ચૂંટાઈ આવ્યા છે.
ખેતાભાઈ ટોટા ઉપસરપંચ, ગોવિંદભાઈ ડાભી માજી સરપંચ, રાજુભાઈ સોની, દલપતભાઈ સોલંકી, ચંદુભાઈ સોલંકી, દયાળભાઈ સોલંકી, ભરતભાઈ વેગડ, મકાભાઈ મકવાણા, વલ્લભભાઈ સોલંકી, હિતેશભાઈ જેઠવા, ઈસાકભાઈ ગુંદીગરા વિગેરે ગ્રામજનો મોટીસંખ્યામાં હાજરી આપી હતી.

Previous articleસાવરકુંડલામાં રામકથાનું શ્રવણ કરતા મુખ્યમંત્રી
Next articleઈશ્વરિયા શાળાના બાળકોના પ્રવાસ