જિલ્લા વહિવટી તંત્ર ભાવનગર દ્વારા ‘સ્ટેટીસ્ટીક્સ ડે’ ની ઉજવણી કરાઇ

515

પદ્મવિભુષણ પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસની જન્મ જયંતી ૨૯ જુન “સ્ટેટીસ્ટીક્સ ડે”  તરીકે ઉજવાય છે. પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસ એક પ્રખર આંકડાશાસ્ત્રી હતા. તેઓ દ્વારા આર્થિક આયોજન તથા આંકડાકીય વિકાસ સંદર્ભે આપેલ અમુલ્ય યોગદાન અંગે લોકોને જાગૃત કરવાના હેતુથીઆ વર્ષે ૨૯, જુનના રોજ ૧૩મા “સ્ટેટીસ્ટીક્સ ડે” ની ઉજવણી ‘સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ’ની ખાસ થીમ પર કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર ભાવનગર  દ્વારા કરવામાં આવી હતી.

ઉક્ત ઉજવણીમાં જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ,અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના નિષ્ણાંતો સહિત વિવિધ કૉલેજોના વિધાર્થી/વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જે. સી. ઠાકોર, જિલ્લા આંકડા અધિકારી, ભાવનગર  દ્વારા ઉપસ્થિત સર્વોને આવકારી પ્રાસંગીક ઉદ્દ્‌બોધનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેઓ દ્વારા પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસના જીવનચરિત્ર વિષે માહિતી આપવામાં આવી તેમજ તેઓના આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતોની ભારતના અર્થતંત્રમાં ઉપયોગીતા સમજાવી તેમના વિવિધ મોડેલથી તેમજ આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતો અને સમીકરણોની વ્યવહારૂ જીવનમાં ઉપયોગીતા બાબતે માહિતગાર કરવામાં આવ્યા. હેડ ઓફ સ્ટેટીસ્ટીકસ ડિપાર્ટમેન્ટ, ભાવનગર યુનિવર્સિટી માંથી પધારેલ ડો. મયુરીબેન પંડયાએ આંકડાશાસ્ત્રની ઉપયોગીતા તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉપયોગ  વિશે તેમજ આપતિ સમયે પણ આંકડાઓના સચોઠ ગણીત દ્વારા પરિસ્થિતીનો તાદ મેળવી શકાય તેવી બાબતોની જાણકારી આપી. પ્રિન્સીપાલશ્રી સામણદાસ કોલેજ ડો.કેયુર દસાડીયા દ્વારા આંકડાશાસ્ત્રનો વ્યવહારૂ ઉપયોગ તથા વિવિધ સરકારના પ્રોજેકટમાં શૈક્ષણીક સંસ્થાઓના યોગદાન તેમજ ભાગીદારી અંગે સમજ આપી.

Previous articleઇસ્કોન મેગા સીટીમાં સોસાયટીના સભ્યો દ્વારા ૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
Next articleભગવાન જગન્નાથજી ગુરૂવારે ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નિકળશે નગર યાત્રાએ