પાલીતાણા ના માજી ધારાસભ્ય અને કોગ્રેસ ના જીલ્લા પ્રમુખ પ્રવીણ ભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પાલીતાણા મા વૂક્ષો રોપવાનુ અભિયાન શરૂ કર્યું (મથુર ચૌહાણ દ્વારા બોરડા)
આ ૨૧ મી સદી ના યુગ માં જ્યારે પ્રદુષણ માજા મુક્યાં છે દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જઈ રહ્યા છે ત્યારે આ ચોમાસા ની સિઝન માં છેલ્લા ઘણા સમય ઈંવૃક્ષવાવો બાબતે એક અભિયાન પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ દ્રારા શરૂ કરવામા આવ્યું છે જેમાં દરરોજ એમના પ્રવાસ દરમિયાન ૧૦ થી પણ વધુ વૃક્ષ રોપવાનું શરૂ કર્યું છે ગત ૧૦ દિવસ સુધી અંદાજે ૨૦૦ થી પણ વધુ વૃક્ષ રોપ્યા છે અને રોપાવ્યા છે અને આજે સર્કિટ હાઉસ ખાતે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ સમિતિ પાલીતાણા ગ્રૂપ સભ્યો ને એક વૃક્ષ આપી એક વૃક્ષ વાવો નું ફરી નવું અભિયાન શરૂ કર્યું છે..આજે સર્કિટ હાઉસ ખાતે એક નવા બાળ વૃક્ષ રોપો રોપવામાં આવ્યા હતા.