વલ્લભીપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ

448

વલ્લભીપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દ્વિતીય ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત કુરાનેપાકની આયતથી અબ્દુલભાઇ કાદરી દ્વારા કરવામાં આવી પ્રાસંગિક પ્રવચન અહેમદભાઈ જુનેજા દ્વારા કરવામાં આવ્યું ત્યારેબાદ બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની વચ્ચે યુનુસભાઈ મહેતર હલીયાદવાળા દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ અને વાલી ઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતાની વાત કરવામાં આવી સાથે જ સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા બાળકો ને ટકોર કરવામાં આવી ત્યારબાદ સુજાન મહેતરે ઇનામ વિતરણનો હેતુ સમજાવતા કહ્યું કે બાળકોનો ઉત્સાહ વધશે અને વાલીની શિક્ષણ પ્રત્યેની જાગૃતતા આવશે અને આવા કાર્યક્રમો સમાજને એક નવી દિશા આપશે તેવું સમજાવ્યુ વાસીમખાન પઠાણ અને અફઝલખાન પઠાણ દ્વારા ખૂબ જ શિક્ષણ પર ભાર મૂકી બાળકો અને વાલીઓને ઉત્સાહ વધે એવું સરસ વક્તવ્ય આપ્યુ.

સાથે સમાજના દરેક સરકારી નોકરિયાતનું અભિવાદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાન યુસુફખાન બ્લોચ, હનીફભાઈ ખોખર,અહેમદભાઈ ગોગદા, એડ્‌વોકેટ સલીમભાઈ ટાંક,સુલેમાનભાઈ ભાડુલા સહિતના બોહળી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો,અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહિયા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ઈમ્તિયાઝભાઈ પઠાણ દ્વારા કરવામાં આવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં   પરવેઝખાન પઠાણ,મુન્નાભાઈ અને સમાજના ઉત્સાહિત યુવાનો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને  સફળ બનાવ્યો હતો.

Previous articleમોઢ વણિક, બ્રાહ્મણ પરિવાર માટે મોઢ પૂરાણ પુસ્તિકાનું વિમોચન થયું
Next articleક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ