ગારીયાધારના ચારોડીયા ગામે વેપારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

423

હાલના દિવસોમાં ગ્લોબલ વોર્મીંગ સમસ્યાએ સમગ્ર વિશ્વ માટે ચિંતાઓ વૃક્ષોવાવવા સિયાવ બીજો કોઇ વિકલ્પ પણ ન હોવાનું વૈજ્ઞાનિકો દ્વારા જણાવે છે. જ્યારે આ બાબતે ચિંતિત થઇને મૂળ મોટાચારોડીયા અને હાલ સુરત રહેતા બિઝનેસમેન વિજય આવલીયા, જીજ્ઞેશ બરવાળીયા તથા તેના મિત્રમંડળ  દ્વારા ૧૦૦૦ જેટલા વૃક્ષોનું ચારોડીયા ગામ તથા સીમમાં વ્યવસ્થિત રીતે જતન થાય તેવી જગ્યામાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું. જ્યારે વૃક્ષારોપણના વિચાર બાબતે વિજય સાવલીયા એ પૂછતા તેમના દ્વારા જણાવેલ કે દેશમાં ગમે તેવી આપદા આવે ત્યારે સુરત શહેરમાં મદદ કરવા માટે અગ્રેસર હોય છે. જ્યારે પર્યાવરણની આ ભવિષ્યની આપદાનું નિવારણ કરવા હેતુ નો વીચાર તેમના મોટાભાઇ મનિષભાઇ સાવલીયા દ્વારા ચર્ચાતા તાત્કાલિક ધોરણે આ કાર્યક્રમ ગોઠવી ગ્રામજનો પણ આ વૃક્ષોને પાણી બારેમાસ પીવડાવવા તો બંને ભાઇઓ તથા મિત્ર મંડળ દ્વારા સંકલ્પ લેવડાવાયો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં વિન વિભાગ દ્વારા પણ અત્યંત  સારા પ્રતિભાવો મળ્યાનું વિજય સાવલીયા દ્વારા જાણવા મળેલ છે.

Previous articleભગવાન જગન્નાથજી ગુરૂવારે ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નિકળશે નગર યાત્રાએ
Next articleમોઢ વણિક, બ્રાહ્મણ પરિવાર માટે મોઢ પૂરાણ પુસ્તિકાનું વિમોચન થયું