મહાશિવરાત્રી પર્વ અન્વયે પાર્થીવ શિવલીંગની પુજા અને મહાત્મય

1387
bvn922018-1.jpg

સર્વ દેવોમાં સર્વ પરી દેવાધીદેવ ભગવાન શીવનું પાવન પર્વ મહાશિવરાત્રી આગામી તા. ૧૩-ર-ર૦૧૮ને મંગળવારના રોજ સમગ્ર દેશમાં ભારે આસ્થાભેર ઉજવાશે સંસારમાં સકળકષ્ટોનું નિવારણ અને ઉત્કૃષ્ટ જીવન માટે મહાદેવનું શરણું માનવો માટે પ્રથમ અને અંતિમ માનવામાં આવે છે. શિવરાત્રીના પર્વમાં ચાર પ્રહરની પુજા થકી જીવોનું સર્વપ્રકારે કલ્યાણ થાય છે. 
જેમાં પ્રથમ પહોરે જળધારા કરી ચંદન, ચોખા, કમળ, કરેણના પુષ્પ વડે પુજા કરવીત થા પકવાનનું નવૈદય ધરાવવું. બીજા પહોરે મહાદેવજી પર જળધારા કરી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું. ત્રીજા પહોરે જળધારા કરી ઘંઉ અને આકળાના પુષ્પ ચડાવવા માલપુડાનો નવૈદ્યય તથા શાક ધરાવવા અને દાળમનું અર્ધ અર્પણ કરવું. ચોથા પહોરે અળદ, કાંગ અને મગ વડે અથવા શાત ધાન્ય વડે અને બીલીપત્રથી પુજન કરવું. દુધના મિષ્ટાનનો નવૈદ્યય ધરાવવો અથવા અળદના પકવાનનું નવૈદ્યય ધરાવવું ફળ વડે અર્ધ અર્પણ કરવું. આમ શિવપુજા કરવાથી ભકત્તોનું કલ્યાણ થાય છે. 
મહાદેવજીની શિવલીંગમાં મુળમાં બ્રહ્મમાં, મધ્યમમાં વિષ્ણુ અને ઉપર શિવજી રહેલા છે. પુત્ર પ્રાપ્તિ માટે ચોખાથી, ધન માટે બીલીપત્રથી, કન્યા માટે ડાંગરથી, આયુષ્ય માટે દુર્વાથી, રાજયોગ માટે ઘીથી, સર્વ મનોકામના માટેક ાળા તલથી, રોગ મુકિત માટે દુધથી અને ડાયાબીટીસ જેવી બિમારી માટે શરડીના રસથી બુધ્ધિ શકિત વધારવા, દામપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે સાકરના પાણીથી મહાદેવજીને અભિષેક કરવાથી અદ્‌ભુત ફળની પ્રાપ્ત થાય છે. 
ધર્મ સીધુ ગ્રંથ પ્રમાણે હીરાનાલીંગની પુજા કરવાથી આયુષ્યની વૃધ્ધિ થાય છે. મોતીના લીંગની પુજા કરવાથી રોગનો નાશ થાય છે, માણેકના લીંગની પુજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. પોખરાજના લીંગની પુજા કરવાથી સુખ મળે છે, નીલમણીના લીંગની પુજા કરવાથી યશ મળે છે, સ્ફટીકના લીંગની પુજા કરવાથી સર્વો મનોકામના સિધ્ધ થાય છે, ચાંદીના લીંગની પુજા કરવાથી રાજય પ્રાપ્તિ અને પિતૃઓને મુકિત મળે છે. ત્રાંબાના લીંગની પુજા કરવાથી આયુષ્ય વધે છે. પિતળના લીંગની પુજા કરવાથી અસંતોષ વધે છે. લોઢાના લીંગ બનાવી પુજા કરવાથી વંશ-વૃધ્ધિ થાય છે. પરંતુ કળયુગમાં પાર્થિવ એટલે કે, માટીનું શિવલીંગ ઉત્તમ છે તેની પુજા કરવાથી બધી જ મનોકામના સિધ્ધ થાય છે. 

ચાર પ્રહર તથા નિશીથકાળની વિગત
પ્રથમ પ્રહર સાંજે ૬-૪૧થી ૯-૪૯ સુધી, બીજો પ્રહર રાત્રે ૯-૪૯થી ૧ર-પ૮ સુધી  ત્રીજા પ્રહર રાત્રે ૧ર-પ૮ થી ૪-૦૬ સુધી, ચોથો પ્રહર પ્રાતકાલ ૪-૦૬ મીનીટથી પ્રાતકાલ સુધી નિશિથકાલ, રાત્રે ૧ર.૩પ થી ૧.ર૬ રાજકીય બાબતો તથા રાજકારણમાં સફળતા મેળવા માટે ચાંદીનું શિવલીંગ શુભ ફળ આપે છે.

Previous articleઈશ્વરિયા શાળાના બાળકોના પ્રવાસ
Next articleઆ છે શહેરની સ્વચ્છતા..?!