અકસ્માતનાં ગુનામાં ૧૨ વર્ષથી ફરાર જુનાગઢનો શખ્સ ઝડપાયો

511

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન  વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાને બાતમીરાહે હકિકત મળેલ કે, જુનાગઢ એ. ડિવિઝન  પોલીસ સ્ટેશનના અકસ્માતનાં ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હસમુખ ભુરા રહે. ભદ્રાવળ વાળો  તળાજા રોયલ ચોકડી પાસે ઉભો છે.તેવી હકિકત મળતા તુરતજ રોયલ ચોકડી પાસે આવતા મજકર બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા હસમુખરાય ભુરાભાઇ પીપલીયા ઉવ.૩૯ રહે.ભદ્રાવળ તા.તળાજા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે તળજા  પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે જુનાગઢ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ હોય જુનાગઢ એ.ડિવિ.પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

Previous articleબરવાળા ખાતે ગ્રામ રક્ષક દળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleગારીયાધાર – સુરનિવાસ રોડ ચોમાસાના પ્રારંભે જ ક્ષતિગ્રસ્ત : ગાબડાઓ તથા સાઇડોનું ધોવાણ થયું