ગારીયાધાર – સુરનિવાસ રોડ ચોમાસાના પ્રારંભે જ ક્ષતિગ્રસ્ત : ગાબડાઓ તથા સાઇડોનું ધોવાણ થયું

531

ગારીયાધારથી સુરનિવાસ રોડ કે જવાથી દામનગર – ઢસા સુધી જવાનો ટૂંકો માર્ગ લાંબા સમય બાર તંત્ર દ્વારા ગત મહિનાઓમાં જ નિર્માણ કરાવાયો હતો. વળી આ રસ્તો નિર્માણ થયા પહેલા પણ અત્યંત ક્ષતિગ્રસ્ત હોય અને અનેકો રજૂઆત છતાં કામગીરી ન થતા સુરનિવાસ, પિપળવા, માંગુકા, આણંદપુર, સહિતના આસપાસના ગ્રામજનો દ્વારા જાત મહેનતે ભૂતકાળમાં રીપેર કરી અનોખી ચળવળ ચળાવેલ જ્યારે તંત્ર દ્વારા રસ્તાનું નિર્માણ તો થયું પરંતુ હજુ ચોમાસાની ઋતુના પ્રારંભે જ માંડ થયો ત્યાં એક બે સારા વરસાદ થતા આ રસ્તાની ઘણી ખરી સાઇડોનું ધોવાણ થયેલ નજરે ચડેલ ઉપરાંત ઘણીબધી જગ્યાઓ પર રસ્તામાં ગાબડાઓ પણ રહેલ છે. વળી હજુ નિર્માણ થયા તે ખાસ્સો સમય પણ ન થયાના ગાળામાં રસ્તાન્ની આવી હાલત છે તો આગળના દિવસોમાં શું થશે ? તેવી પણ રસ્તો કાયમ ચાલતા રાહદારીઓનો ગણગણાટ છે.

જ્યારે તંત્ર પણ બાબતે જાગૃત થઇ ને હજુ શરૂઆતી ચોમાસાના દિવસોમાં પ્રશ્ન હલ નદી કરે તો ચોમાસાના આ આગળના દિવસોમાં રસ્તાને વધુ નુકશાન તથા જીવલેણ અકસ્માતો રસ્તાની સાઇડોના વધુ નુકશાન તથા જીવલેણ અકસ્માતો રસ્તાની સાઇડોના ધોવાણ તથા ગાબડાઓના કારણે થવાની વકી જણાય છે. વળી બાબતે તંત્ર તાત્કાલિકત રીપેરીંગ આગામી દિવસોમાં કરશે કે પછી વળી પાછા ગ્રામજનોને સ્વયંભૂ રીપેર કરવાકે પછી વળી પાછા ગ્રામજનોને સ્વયંભૂ રીપેર અભિયાન ચલાવવાના દિવસો આવશે તે જોવું રહ્યું.

Previous articleઅકસ્માતનાં ગુનામાં ૧૨ વર્ષથી ફરાર જુનાગઢનો શખ્સ ઝડપાયો
Next articleરથયાત્રા સંદર્ભે મુસ્લીમ સમાજના આગેવાનો, પોલીસ તંત્રની બેઠક મળી