રથયાત્રા સંદર્ભે મુસ્લીમ સમાજના આગેવાનો, પોલીસ તંત્રની બેઠક મળી

560

ભાવનગર શહેરમાંથી આગામી તા.૦૪-૦૭ ને ગુરૂવારના રોજ રથયાત્રા નિકળનાર છે તે દરમ્યાન ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિ અને કોમી એકતા, ભાઇચારા અને એખલાસના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય, તેવા હેતુથી આજરોજ ભાવનગર એસ.પી.કચેરીહોલ ખાતે શહેરના સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો અને ભાવનગર રેન્ડ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, ભાવનગર શહેરના તમામ ડીવીઝનના પોલીસ અધિકારીઓ સંબંધીત વિભાગના અધિકારીઓ, તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુસ્લિમ સમાજ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા હતા. અને પોલીસ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રા દરમ્યાન તમામ બાબતે સાથ અને સહકાર આપાવની તંત્રને ખાત્રી આપવામાં આવી હતી. આ બેઠકમાં ભાવનગર કસ્બા અંજુબમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ, ઇકબાલભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, શબ્બીરભાઇ ખલાણી, સીરાજ નાથાણી, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, આરીપ કાલ્વા, હુસેનમીયાબાપુ, નાહીન કાઝી, સાજીદ કાઝી, ઇમરાન શેખ (બોસ), રજાક કુરેશી, મજીદભાઇ સોલંકી (સાણોદર), સલીમભાઇ વરતેજી, મુન્નાભાઇ વરતેજી, હનીફભાઇ મેટલ (મોટાભાઇ), શબ્બીરભાઇ અસારીયા, તાહીરભાઇ બત્તીવાલા, રીઝવાન ખેતાણી સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગારીયાધાર – સુરનિવાસ રોડ ચોમાસાના પ્રારંભે જ ક્ષતિગ્રસ્ત : ગાબડાઓ તથા સાઇડોનું ધોવાણ થયું
Next articleભાવનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધબધબાટી