ભાવનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધબધબાટી

879

ભાવનગરમાં મોડી રાત્રીનાં વાદળોનાં ગડગડાટ, વિજળીમાં ચમકારા અને તોફાની પવન સાથે મેેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને દોઢેક કલાકમાં જ બે ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. વરસાદનાં પગલે ભાવનગરની જીવાદોરી સમાન બોરતળાવ અને શેત્રુંજીમાં નવાનીર આવ્યા હતા. ભાવનગરમાં મોડીરાત્રીનાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અને દોઢેક કલાકમાં જ બે ઇંચથી વધુ ખાબક્યો હતો. ભારે પવનનાં કારણે શહેરનાં સાતેક જેટલા વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત રથયાત્રાની કમાનો પડી હતી અને હોર્ડીંગ્સો તૂટી પડ્યા હતા. શહેર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અને વિજળી વેરણ બની હતી.ભાવનગરમાં રવિવારે મોડી રાત્રીના ગાજવીજ અને ભારે પવન સાથે ધોધામાર વરસાદ તૂટી પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે શહેરનાં મેઘાણી સર્કલ, ડોન ચોક, મહિલા કોલેજ, વાઘાવાડી રોડ સહિત વિવિધ વિસ્તારો મળી સાતેક જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે રથયાત્રાના સ્વાગત માટે નાખવામાં આવેલી કમાનો અને કેટલાક હોર્ડીંગ્સ તૂટી પડ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાભરમાં વિવિધ તાલુકાઓમાં પણ અડધાથી દોઢ ઇંચ જ્યારે ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદનાં કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોરતળાવમાં દોઢ ફુટ પાણી આવ્યું હતું. જ્યાારે પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં એક ફુટ પાણી આવ્યું હતું. ચોમાસાની સારી શરૂઆતનાં કારણે જળાશયોમાં નવા નીર આવતા પાણી પ્રશ્ને સુધરશે. અને જગતનો તાત પણ ખુશ થવા પામ્યો છે.

Previous articleરથયાત્રા સંદર્ભે મુસ્લીમ સમાજના આગેવાનો, પોલીસ તંત્રની બેઠક મળી
Next articleકૃતિ સનુન પાસે હાઉસફુલ-૪ સહિત ત્રણ ફિલ્મ હાથમાં