ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની અતિ મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે. મેચમાં વિજેતા બનનાર ટીમ સીધી રીતે સેમીફાઇનલમાં પ્રવેશ કરી જશે. આવી સ્થિતીમાં બંને ટીમો જીત માટેના ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ઇંગ્લેન્ડની ટીમના ફોર્મને જોતા તે હોટફેવરીટ તરીકે છે. ઘરઆંગણે તે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ઇંગ્લેન્ડની ટીમમાં જોય રૂટ, રોય, બેરશો અને બેનસ્ટોક્સ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. આ તમામ બેટ્સમેનો હાલમાં શાનદાર ફોર્મમાં દેખાય છે. ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે આ મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમનાર છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ,પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. રોહિત શર્મા અને કોહલી હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.બંને ટીમોના સ્ટાર ખેલાડી પર નજર રહેશે. બંને ટીમો માટે આ મેચ જીતવાની બાબત જરૂરી બની ગઈ છે. મેચમાં જે ટીમ જીતશે તે ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. જો અને તોની સ્થિતિથી બચવા બંને ટીમો મેચ જીતવાના ઇરાદા સાથે ઉતરશે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે ફેવરિટ બનેલી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,