સિહોર શહેરમાં ગટરની કામગીરી દરમિયાન અનેક સ્થળો પર ખુલ્લા રાખી દેવાયેલા ખાડાઓ લોકો માટે સમસ્યારૂપ બન્યા છે ત્યારે સુકાના દરવાજા વિસ્તારમાં આવા જ ખાડામાં ખુટીયો ફસાઈ જતા સેવાભાવી નૌશાદ કુરેશી પહોંચ્યા હતા.તંત્રને જાણ કરતા સ્થાનિક લોકો અનેતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સિહોરના સુરકાના દરવાજા અને લીલાપીર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પેચીદો પ્રશ્ન છે. અહીંની ગટરના પાણી ઉભરાવવા બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત અને તંત્ર દ્વારા અનેકવાર રીપેરીંગ છતા પણ સ્થિતિ એની એ જ છે. જો કે ગટર ઉભરાવવાને લઈ તંત્ર દ્વારા સુરકા દરવાજા વિસ્તારમાં કોઈ કારણોસર ખાડો કરવામાં આવ્યો હતો. જ્યાં આજે વહેલી સવારે એક ખુટીયો ખાબક્યો હતો જેની જાણ સેવાભાવી નૌશાદ કુરેશીને થતા ત્યાં દોડી જઈને તંત્ર વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા હાલ જીસીબી સાથે ખુટીયાને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે અહીં સવાલ એ છે કે, ખુલ્લા ખાડાઓ કોઈ માનવનો ભોગ ન લે તે પહેલા તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે.