બેફામ વાહનો હંકારવાના કારણે અમદાવાદ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, સાણંદ-બાવળા રોડ પર રોડ ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃધ્ધનું મોત થયું હતુ, આ બનાવ અંગે ચાંગોદર પોલીસે અકસ્માતનો ગુનો નોધી બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
સાણંદ તાલુકાના સરીગામમાં રહેતા રાજાભાઇ પોપટલાલ કોળી પટેલ (ઉ.વ.૭૫) ગઇકાલે સવારે ૧૧ વાગે ખેતરમાં દિવાબત્તી કરવા ગયા હતા. પરત આવતી વખતે સાણંદ-બાળવા રોડ પર લોદરિયાલ ગામ પાસે રોડ ક્રોસ કરતા હતા આ સમયે સાણંદ તરફથી એક યુવક પૂર ઝડપે બાઇક લઇને આવતો હતો તેના બાઇકના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં વૃધ્ધને ટક્કર મારી હતી.