વિધાનસભાના દ્વારેથી

506

પર્યાવરણની માન્યતા નહીં ધરાવતી ૧૧ લીઝના પાસ બંધ કરાયા

ભાવનગરવમાં લીઝ કઈ કઈ છે તથા તે પૈકી કેટલાને પર્યાવરણની માન્યતા છે, કેટલાની નથી જે પૈકી ન હોય તેવી લીઝ માટે શું પગલાં ભરવામાં આવ્યા તેવો પ્રશ્ન સારવકુંડલાના ધારાસભ્ય પ્રભાત દુધાતે ઉપસ્થિત કર્યો હતો.

જેના ઉત્તરમાં ખાણ-ખનિજ મંત્રીએ ભાવનગરની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં મુખ્ય ખનિજની ૧૧ તથા ગૌણ ખનિજની ૧૮૩ લીઝ આવેલી છે. જેમાં પર્યાવરણની એન.ઓ.સી. ન ધરાવતાં હોય તેવી લીઝ પૈકી મુખ્ય ખનિજની ૧૧ પૈકી ૪ અને ગૌણ ખનિજની ૯ લીઝના પાસ/ એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.

ભાવનગર ટાઉન પ્લાનીંગના ૧૬ પૈકી પ ડ્રાફટ ફાઈનલ

વિધાનસભામાં ભાવનગર ટાઉન પ્લાનીંગની મંજૂર થયેલ ડ્રાફટ ટી.પી. અંગેનો સવાલ ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારુ દ્વારા ઉભ કરવામાં આવ્યો હતો કે, ૩૧ મે ર૦૧૯ ની સ્થિતિએ ભાવનગર શહેરમાં કેટલી ડ્રાફટ ટી.પી. મંજૂર કરવામાં આવી તે પૈકી કેટલી ટી.પી. ફાઈનલ થયેલ છે અને ટી.પી. ફાઈનલ કરવા કોઈ સમયગાળો નકકી કરાયો છે કે કેમ ? ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ડ્રાફટ પી.ટી. ૧૬ જેટલી મંજુર કરાઈ છે. અને તે પૈકી પ ટી.પી. ડ્રાફટ ફાઈનલ થયેલ છે. જયારે સમયગાળા માટે શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ પ૧ મુજબ ૧ર માસની સમયમર્યાદા છે. જેમાં રાજય સરકાર સમયમર્યાદા વખત વખત વધારી શકે છે.

Previous articleસાબરકાંઠામાં વરસાદ સાથે કાળ ત્રાટક્યો, મૂંગા પશુધન પર આકાશી વીજળી મોત બની ત્રાટકી
Next articleઅલ્પેશને સસ્પેન્ડ કરવાની માંગ હાઇકોર્ટે ફગાવી દીધી