અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સંવર્ધિત યુરેનિયમની સરહદ પાર નહીં કરાવવાની ચેતવણી આપી. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તેમના પરમાણુ કાર્યક્રમ અંતર્ગત યુરેનિયમને સરહદની પાર કરશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરીને ઈરાન આગ સાથે રમી રહ્યું છે. ઈરાને કહ્યું હતું કે, અમે અમારો યુરેનિયમ ભંડાર વધારીશું.
આ પહેલાં સોમવારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (ૈંછઈછ)ના મહાનિર્દેશક યુકિયા અમાનોએ ઈરાને ૩૦૦ કિલો સંવર્ધિત યુરેનિયમ સરહાદ પાર કરવાની પુષ્ટિ કરી હતી. આ પહેલાં પણ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરશે ત્યાં સુધી અમેરિકાનું દબાણ રહેશે. બ્રિટન પણ ઈરાનને આગામી સમયમાં આવું ન કરવાની ચેતવણી આપી છે. યુએનએ કહ્યું છે કે ઈરાને સમજૂતી અંતર્ગત તેમના વાયદા પર અડગ રહેવું જોઈએ. અમેરિકન રાષ્ટ્રપતિએ સંવર્ધિત યુરેનિયમની સીમા વધારવા ઈરાનના નિર્ણય વિશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેંક્રો સાથે ચર્ચા કરી હતી. ઈઝરાયલે પણ અમેરિકાને ઈરાન પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે. ૨૦૧૫માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટને એક સાથે આ સમજૂતી કરાર કર્યા હતા. સમજૂતી અંતર્ગત ઈરાને તેના પર લગાવાવમાં આવેલા આર્થિક પ્રતિબંધોને હટાવવાના બદલામાં પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાની સહમતી દર્શાવી હતી.