ભારતીય વાયુ સેનાના તેજ ફાઇટર જેટની ઇંધણની ટાંકી મંગળવારે સવારે ઉડાન ભર્યા પછી કોયમ્બતૂર પાસે ખેતરમાં પડી હતી. ફ્યૂઅલ ટેન્ક પડવાના કારણે ખેતરમાં આગ લાગી હતી અને ત્યાં ત્રણ ફૂટ ઉંડો ખાડો પડ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ફૂઅલ ટેન્ક પડ્યા બાદ પાયલટે વિમાનને સુરક્ષિત રીતે સુલૂર એરફોર્સ સ્ટેશન ઉપર ઉતાર્યું હતું. વાયુ સેનાના સુત્રોનું કહેવું છે કે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે ટેન્ક શું કામ પડી હતી. જેના તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત લંડન ઉપરથી ઉડી રહેલા કેન્યા એરવેઝના પ્લેનમાંથી એક શખસ નીચે પડ્યો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ૩૫૦૦ ફૂટની ઊંચાએ ઉડી રહેલા વિમાનમાંથી આ યુવક જમીન ઉપર પટકાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સવારે તમિલનાડુના કોયમ્બતૂર પાસે એ સમયે એક મોટી દુર્ઘટના થઇ હતી જ્યારે ભારતીય વાયુસેના તેજસ વિમાનનું ફ્યૂઅલ ટેન્ક ઉડાન ભર્યા પછી નીચે પડી ગયું હતું. સદનસિબે ટેન્ક ખેતરમાં પડી હતી. જેના કારણે આગ લાગી હતી. ફૂઅલ ટેન્ક પડ્યા પછી પાયલટે વિમાનને સુરક્ષિત સુલૂર વાય સેના સ્ટેશન ઉપર ઉતાર્યું હતું. જો આ ફ્યૂઅલ ટેન્ક રહેણાક વિસ્તારમાં પડ્યું હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત.
આ ઉપરાંત લંડન ઉપરથી ઉડી રહેલા કેન્યા એરવેઝના પ્લેનમાંથી એક શખસ નીચે પડ્યો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ૩૫૦૦ ફૂટની ઊંચાએ ઉડી રહેલા વિમાનમાંથી આ યુવક જમીન ઉપર પટકાયો હતો. આ શખસ પ્લેનમાંથી એક ઘરના બગિચામાં પડ્યો હતો.