પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી અને ભારત છોડીને નાસી ગયેલા નીરવ મોદી પર એજન્સીઓ ગાળિયો કસ્યો છે. નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓને સ્વીટ્ઝર્લેન્ડમાં સીઝ કર્યાં બાદ આજે સિંગાપુર સ્થિત સંપત્તિ જપ્ત કરવામાં ઇડીને સફળતા મળી છે. મંગળવારના રોજ સિંગારપુરની કોર્ટે ઇડીની ભલામણ પર રૂ ૪૪.૪૧ કરોડની સિંગાપુર સ્થિત સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડ રૂપિયાની લોન લઇની દેવાળુ ફૂંકનાર ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. તપાસ એજન્સીઓએ આ મામલામાં નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓને સ્વીટ્ઝર્લેન્ડમાં સીઝ કર્યાં છે.
નીરવ અને પૂર્વી મોદીના આ ખાતાઓમાં આશરે ૨૮૩.૧૬ કરોડ રૂપિયા જમા હતાં.