રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શાખા જે ભારતના યુવાનોને જીવનના ઘડતર માટે યોગ્ય પાઠો ભણાવે છે જેની થોડા દિવસો પહેલા કચ્છના નખત્રાણા ખાતે એક શિબિરનું આયોજન કરાયેલ જેમાં સિહોરના સંઘ પરિવારના ત્રણ વિદ્યાર્થીઓ પણ ભાગ લેવા પહોંચેલ. નખત્રાણાથી પરત તેઓ માતાનો મઢ થી ભાવનગર આવતી એસટી બસમાં બેઠા હતા. તે જ બસમાં પટેલ નલિનલાલ નારણભાઇ રાજકોટ ખાતે ખરીદી કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા જે આ બસમાં પોતાની સાથે એક લાખ ને ત્રીસ હજારની રકમ બસમાં ભૂલી જઈ ને રાજકોટ ઉતરી ગયા હતા. ત્યારબાદ સિહોરના સંઘ પરિવારના યુવકો સંદીપ બાલાભાઈ ચૌહાણ (સાગવાડી), મિતુલ યોગેશભાઈ પરમાર અને યશ જગદીશભાઈ કનોજીયા બન્ને રહે સિહોરને આ રકમ બસમાં મળતા તેઓએ તરત જ બસના કંડકટરને જાણ કરતા સંઘ પરિવારના છોકરાઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ અંગેની જાણ લોકોમાં ફેલાવતા આ રકમના માલિક સુધી આ મેસેજ પહોંચતા તેમને આ યુવકોનો સંપર્ક કરી સિહોર ખાતે આવી રકમ મેળવી હતી. આ દરમ્યાન સંઘ પરિવારના અશોકભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહીને આ યુવકોના કામને બિરદાવ્યું હતું અને શાબાશી પાઠવી હતી. સંઘ પરિવારના યુવકો પાસેથી અન્ય સમાજના યુવકો એ ખાસ પ્રેરણા લેવા જેવું કાર્ય કર્યું છે.