આવતીકાલે તા.૦૩-જુલાઇ-૧૯ નાં રોજ (સંવત ૨૦૭૫ શાકે ૧૯૪૧ જૈન સંવત ૨૫૪૫ વર્ષાઋતુ)થી પ્રારંભ થતો આષાઢ માસનો શુક્લ પક્ષ તા.૧૬-૦૭ ના રોજ પૂર્ણિમાને દિવસે પૂર્ણ થશે. કચ્છી-હાલારી સંવત ૨૦૭૬ (અષાઢી વર્ષ)નો પણ કાલથી પ્રારંભ થઇ રહ્યો છે.
દિન વિશેષતાની દૃષ્ટિએ આ પક્ષમાં તા.૦૪ રથયાત્રા તથા ગુરૂપુષ્યામૃત સિદ્ધિ યોગ (ક.૨૬ મિ.૩૧) સુધી તા.૫ મુસ્લિમ જિલ્કાદ માસનો પ્રારંભ તા.૦૬ વિનાયક ચુતર્થી તથા સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ (વાહન મેષ – સ્ત્રી.સ્ત્રી-ચં.ચં.) તા.૦૭ કુમાર ષષ્ઠી – કસુંબાષષ્ઠી તા.૦૮ સાતમનો ક્ષય, તા.૦૯ દુર્ગાષ્ટમી, તા.૧૦ સ્વામિનારાયણ શ્રી હરિજયંતિ, તા.૧૨દેવશયની એકાદશી – ચાતુર્માસ પ્રારંભ – મોળાકત પ્રારંભ, તા.૧૩ વામનપૂજા, તા.૧૪ જયાપાર્વતી વ્રત તથા મોળાકત (ગુજરાત) પ્રારંભ તથા તા.૧૬ના રોજ ગુરૂપૂર્ણિમા – અષાઢી પૂર્ણિમા – સૌરાષ્ટ્રમાં મોળાકતનું વ્રતનું જાગરણ છે. તા.૧૬ થી સન્યાસિનાં ચાતુર્માસ પણ શરૂ થશે. તા.૧૬ના રોજ ખંડગ્રાસ – ચંદ્રગ્રહણ છે અને તે ભારતમાં દેખાશે.
સામાન્ય દિનશુદ્ધિની દૃષ્ટિએ પ્રયાણ, મુસાફરી, મહત્વની મીટીંગ, ખરીદી-વેચાણ, કોર્ટ કચેરી, દસ્તાવેજી કે એવા અન્ય રોજબરોજનાં નાતા મોટા અગત્યનાં કાર્યો માટે તા.૦૩-૦૪ તથા ૧૧ શુભ, તા.૦૫-૦૯-૧૨-૧૩-૧૪ મધ્યમ, તથા તા.૦૬-૦૭-૦૮-૧૦-૧૫ તથા ૧૬ અશુભ છે. આ પક્ષમાં પંચક નથી વિછુંડો તા.૧૨ (કે.૦૯-૧૬)થી તા.૧૪ (કે.૧૭-૨૭) સુધી રહેશે.
તા.૧૨-૦૭ દેવશયની એકાદશી, પછી ચાતુર્માસ શરૂ થતાં હવે આ વર્ષમાં લગ્નની સિઝન પૂર્ણ થઇ રહી છે. આ પક્ષમાં તા.૦૫-૦૮-૦૯ થી ૧૨ માત્ર ચાર જ દિવસ લગ્નનાં હોવાથી તે દિવસોમાં ઘણાં બધા લગ્નોનાં આયોજન થતાં હોવાથી તે દિવસોમાં દરેક વાડી-પ્લોટ-પાર્ટીપ્લોટ-હોલ ભરચક રહેશે. ચાતુર્માસમાં હવે યજ્ઞોપવિત – વાસ્તુપૂજન – કળશ કે ખાતમુહૂર્તનાં કે લગ્નનાં મુહૂર્ત આવતાં નથી. ચાતુર્માસ પૂર્વ છતાં છેક તા.૨૦ નવેમ્બર ૧૯ થી પુનઃ લગ્નસિઝનનો પ્રારંભ થઇ જશે. કાર્તિક (૨૦૭૬)માં ખાતમુહૂર્ત (તા.૦૨-૦૭ તથા ૨૦ નવેમ્બર) તથા વાસ્તુપૂજન તથા કળશ સ્થાપનનાં (તા.૩૦ ઓકટો. તથા તા.૦૬-૦૭-૦૯-૧૪-૧૫-૧૮ તથા ૨૩ નવેમ્બર આવે છે.
આ વિભાગમાં દર પંદર દિવસે શુભ મૂહૂર્તોમાં શ્રદ્ધા ધરાવનાર ગ્રામજનો તથા ખેડૂતમિત્રો માટે ખાસ ખેતીવાડી માટેના શુભ મુહૂર્તો તૈયાર કરીને આપવામાં આવતાં હોઇ તેનો લાભ લેવા વિનંતી છે. આ પક્ષમાં હળ જોડવા માટે તા.૦૩-૦૪ તથા ૧૧ શુભ છે. બાજરી – મકાઇ – ડાંગર – તલ – મગ – મઠ – ચોખા – અડદ – તુવેર – તેલીબીયા – એરંડા તમામ પ્રકારનાં શાકભાજી તેલ જ વરિયાળીમાં વાવેતરનું આ દિવસોમાં (અષાઢમાં) વિશેષ મહત્વ છે. વાવણી રોપણી તથા બીજ વાવવા માટે આ પક્ષમાં તા.૦૪-૦૫-૦૮ તથા ૧૧, માલ વેચાણ માટે તા.૦૫-૧૧-૧૨, થ્રેસર-ઉપનેર દ્વારા ધાન્ય – ભૂસો અલગ કરવા માટે તા.૧૪, માલ ખરીદી માટે તા.૧૨, તેમજ ઘર ખેતર ભૂમિની લેવડ દેવડ માટે તા.૦૪-૧૨-૧૪ શુભ છે. ગોચરમાં ગ્રહોની સ્થિતિ જોઇએ તો સૂર્ય મિથુનમાં મંગળ, બુધ કર્કમાં વર્કી ગુરૂ વૃશ્ચિકમાં શુક્ર મિથુનમાં, તથા શનિ, કેતુ ધનમાં ભ્રમણ કરી રહ્યો છે. મંગળ (નીચસ્થ) તથા ગુરૂ અન્યોન્ય થકી (ઉચ્ચસ્થ) બન્યો છે.
આ દિવસો ધન-મકર-કુંભ તથા મીન વ્યક્તિઓ માટે શુભ ફળદાયકત હોવાથી તેમના માટે સુખ-સંતોષ-પ્રગતિ-ધન-લાભ તથા મહત્વપૂર્ણ કાર્યોની સફળતા માટે નવિન તકોની પ્રાપ્તિ સૂચવે છે.
વૃષભ, કર્ક, કન્યા તથા વૃશ્ચિક જાતકો માટે આ તબક્કો મધ્યમ ફળદાયક હોવાથી ેતમને આર્થિક ચિંતા, વ્યર્થ વાદવિવાદ, શારિરીક પ્રતિકૂળતા, રોગ તથા ગેરસમજોનો ભોગ બનાવે.
મેષ, મિથુન, સિંહ તથા તુલા રાશિ ધરાવનાર માટે આ તબક્કો પ્રતિકૂળતાજનક તથા કસોટીવાળો હોવાથી વ્યગ્રતા, આપત્તિ, મહત્વનાં કાર્યોમાં વિલંબ તથા વિઘ્નો, કૌટુમ્બિક સ્વજનો સાથે નાની મોટી બાબતોમાં વિવાદ તથા માનહાનિનો ડગલે ને પગલે સામનો કરવો પડે.
વાચક ભાઇ-બહેનો પોતાને મુંઝવતી અંગત સમસ્યાઓનાં સમાધાન માટે મો.નં.૯૮૪૦૯૭૧૧ અગર તો ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકશે.