દામનગર પાસેના પાડરશીંગા ખાતે આવેલ નકળંગધામમાં વર્ષોની પરંપરા મુજબ તા.૦૪-૦૭ ને ગુરૂવારે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે સવારના ૭ થી રાત્રીના ૧૨ કલાક સુધી જ્યોત દર્શન થશે. સવારના ૯ થી રાત્રીનાં કલાકારો દ્વારા ભજન, કિર્તન, સત્સંગની સરવાણી વહાવશે. સાંજના પ કલાકથી તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ રાખેલ છે.