સિહોર તાલુકાના સરવેડી ગામે રવિવારે સમસ્ત ગામના આયોજન અને સુરત સ્થિત સમિતિના સંકલનથી વૃક્ષારોપણ દિવસ મનાવાયો. ‘મારૂ ગામ હરિયાળુ ગામ’ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા સહકારી બેંકના પ્રમુખ અને સહકારી અગ્રણી નાનુભાઇ વાઘાણીએ ઝાડએ જન્મથી મરણ સુધી ઉપયોગી હોઇ, વૃક્ષ એ માત્ર રાષ્ટ્રીય કામગીરી જ નહીં દરેકની વ્યક્તિગત ફરજ છે તેમ જણાવાયું તેમણે કહ્યું કે પાણી નથી માટે ઝાડ નથી. એમ નહીં પરંતુ ઝાડ નથી માટે પાણી નથી.
કૃષિ અધિકારી તથા શિવ મહાપૂરાણ વિજ્ઞાનમય ગાથાના વક્તા ધાનાણીએ સમગ્ર વિશ્વમાં વ્યક્તિદિઠ વૃક્ષોની સંખ્યા ભારતમાં સૌથી ઓછી હોવાની ચિંતા રજુ કરી. વનવિભાગના અધિકારી ગઢવીએ સિહોર તાલુકામાં સીરોડી ગામે હરિયાળુ ગામ તરીકે લેવાયા સહર્ષ વાત કરી. પ્રાકૃતિક સાંકળ તૂટતા ઉપદ્રવી જીવોનો વધારો થતા પરેશાની વધે છે. ‘મારૂ ગામ હરિયાળુ ગામ’ કાર્યક્રમમાં રંગીલા આશ્રમના ભરતદાસબાપુ તથા અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અહિં અગ્રણીઓ પ્રવિણભાઇ રાઠોડ, સંજયસિંહ સરવૈયા, ગોકુળભાઇ આલ, વિજયસિંહ ચુડાસમા, લાલભા ગોહીલ, જગદીશભાઇ ઝાઝડીયા, મુકેશકુમાર પંડિત તથા ભવદિપભાઇ વાઘાણીએ પણ પ્રાસંગિક વાત કરી ગામની એકતાને બિરદાવી હતી.