ઉમરાળા તાબેના રતનપર ગામે ગત મોડીરાત્રે ચાર ઈસમો વૃધ્ધ દંપતિના ઘરમાં ઘુસી જઈ છરીની અણીએ લૂંટ ચલાવી નાસી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની મળતી વિગત મુજબ, ઉમરાળાના રતનપર ગામે રહેતા લખમણભાઈ રવજીભાઈ નાવડીયા અને તેમના પત્ની ઘરે હતા ત્યારે મોડીરાત્રે ચાર ઈસમો ઘરમાં ઘુસી જઈ છરી બતાવી વૃધ્ધ લખમણભાઈના સોનાના ચાર બટન કિ.રૂા.૧પ હજાર અને ૧૦ હજાર રોકડા મળી કુલ રૂા.૪૦ હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. બનાવ અંગે લખમણભાઈ નાવડીયાએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કે.જે. કરપડાએ હાથ ધરી છે.